જો આરએસએસએ મને આમંત્રણ આપ્યું હોત તો હું પણ ગયો હોત : દિગ્વિજયસિંહ

0
89
Advertisement
Loading...

કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સંઘના કાર્યક્રમના જવાના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ‘જો સંઘ મને આમંત્રણ આપ્યું હોત તો હું પણ ગયો હોત.’ સંઘના કટ્ટર વિરોધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આ નિવેદન મધ્યપ્રદેશની મહત્વની વિધાનસભા ચૂંટણી પૂર્વે કર્યું છે, તેમાં આરએસએસ પર આતંકવાદને પ્રોત્સાહિત કરવાના આરોપો લગાવ્યા છે.

દિગ્વિજય સિંહે જણાવ્યું કે જો સંઘનું આમંત્રણ મને મળ્યું હોત તો હું પણ કાર્યક્રમમાં જાત. આરએસએસ સરસંઘચાલક સાથે ડાયસ પર બેસવામાં શું વાંધો છે? હું ગયો હોત તો તેમને અરિસો બતાવત અને મારી વિચારધારા સૌના સમક્ષ રાખી હોત.’

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સંઘનું નિમંત્રણ સ્વીકારીને ખોટું પગલું ભર્યું છે તેવું સ્વીકારવાનો દિગ્વિજય સિંહે ઈનકાર કરી દીધો હતો. સિંહે જણાવ્યું કે, ‘આવુ બિલકુલ નથી. તેમાં કોઈ બેમત નથી કે હેડગેવાર ભારતના સપૂત હતા. તેઓ મહાન નહતા.’ આરએસએસના આમંત્રણ પર જવાના પ્રણવના નિર્ણયનું દિગ્વિજયે સસમર્થન એટલા માટે મહત્વનું બને છે કારણ છે.

આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે તેમણે મધ્યપ્રદેશના રાજકારણમાં વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. આરએસએસ સામે તેમણે હિંસા, ધૃણા અને આતંકવાદ ફેલાવવાના આરોપો કર્યા છે અને તેમના માટે એક નવો શબ્દ પ્રયોજ્યો છે સંઘી આતંકવાદ. દિગ્વિજય સિંહે જણાવ્યું કે, ‘કોઈ પણ ધર્મ આતંકવાદને યોગ્ય ગણાવતું નથી. હિન્દુત્વને હિન્દુઈઝમથી કંઈ લેવા-દેવા નથી.(જી.એન.એસ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here