આધારનો ટાર્ગેટ પૂરો નહીં થાય તો બેન્કોને મોટી પેનલ્ટી

0
95
Advertisement
Loading...

આઇસીઆઇસીઆઇ બેેંક, એચડીએફસી બેેંક અને બેન્ક ઓફ બરોડા સહિત ૨૩ બેેંક પહેલી નવેમ્બરથી રોજ બ્રાન્ચ દીઠ આઠ નોંધણી નહીં કરે તો તેમણે પશ્ચાદ્વર્તી અસરથી પેનલ્ટી ચૂકવવી પડશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગયા સપ્તાહે બેેંકોને પહેલી નવેમ્બરથી બ્રાન્ચ દીઠ ઓછામાં ઓછી ૮ નોંધણી અથવા અપડેશન્સ કરવા જણાવ્યું છે. બેેંકો તેમાં નિષ્ફળ રહેશે તો જુલાઈ ૨૦૧૮થી પેનલ્ટીનો સામનો કરવો પડશે.યુઆઇડીએઆઇના નિર્દેશથી સિનિયર બેેંકર્સ રોષે ભરાયા છે. તેમણે દલીલ કરી હતી કે,યુઆઇડીએઆઇ નિયમનકર્તા નથી, તો પછી તે આરબીઆઇને અવગણી બેેંકોને દંડ કેવી રીતે કરી શકે? યુઆઇડીએઆઇએ પહેલી જુલાઈએ જણાવ્યું હતું કે,આધારની સુવિધા ધરાવતી નિર્ધારિત બેેંક શાખાએ પહેલી જુલાઈથી બ્રાન્ચ દીઠ ઓછામાં ઓછા આઠ, પહેલી ઓક્ટોબરથી ૧૨ અને પહેલી જાન્યુઆરી ૨૦૧૯થી ૧૬ એનરોલમેન્ટ કે અપડેશન્સ કરવાના રહેશે.

પ્રથમ તબક્કાના અમલ માટેની મર્યાદા વધારી ૧ નવેમ્બર કરવામાં આવી છે. સમયમર્યાદા વધી એ પહેલાં આઇસીઆઇસીઆઇ બેેંક જુલાઈ અને ઓગસ્ટના ડિફોલ્ટર્સની યાદીમાં મોખરે હતી. બેેંકની પેનલ્ટીની રકમ ૮૨ લાખે પહોંચી હતી. આઇઓબી ૬૮ લાખના દંડ સાથે બીજા, કેનરા બેેંક (૬૪.૨ લાખ) ત્રીજા અને યુકો બેેંક (૫૭ લાખ) ચોથા ક્રમે હતી. યુઆઇડીએઆઇના જણાવ્યા અનુસાર આધાર એક્ટ ૨૦૧૬ની જોગવાઈ પ્રમાણે યુઆઇડીએઆઇ પાસે પગલાં લેવાની સત્તા છે.બેેંકના આધાર એનરોલમેન્ટ ડેટાની આંતરિક યાદી દર્શાવે છે કે, એસબીઆઇ અને પીએનબીએ આધાર માટે અપાયેલા ટાર્ગેટનું સંપૂર્ણ પાલન કર્યું છે.પીએસયુ બેેંકના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આધારની નોંધણી અમારું મુખ્ય કામ નથી. પહેલેથી અમે કર્મચારીઓની ખેંચનો સામનો કરી રહ્યા છીએ. આરબીઆઇના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન હેઠળ મુકાયેલી ઘણી બેેંકોમાં નવા સ્ટાફની ભરતી બંધ છે.

આ મુશ્કેલ સ્થિતિ છે. સરકારી બેેંકોમાં કેનરા બેેંક, કોર્પોરેશન બેેંક, આઇડીબીઆઇ બેેંક, આઇઓબી, પંજાબ એન્ડ સિંધ બેેંક, યુનાઇટેડ બેેંક ઓફ ઇન્ડિયા અને વિજયા બેેંક નવેમ્બરથી નિર્દેશનું પાલન નહીં કરે તો તેમણે પશ્ચાદ્વર્તી અસરથી પેનલ્ટી ચૂકવવી પડશે.એક બેેંકના સીઇઓએ જણાવ્યું હતું કે,દૈનિક ટાર્ગેટ નિર્ધારિત કરવાનો ટ્રેન્ડ વાહિયાત છે.આધાર માટે નિર્ધારિત અમારી વિવિધ શાખાઓ એનરોલમેન્ટ સુવિધા ધરાવે છે, પણ અમે ગ્રાહકોને તેના માટે ફરજ પાડી શકીએ નહીં.ખાનગી બેેંકોમાં બંધન બેેંક, ડીસીબી બેેંક, ધનલક્ષ્મી બેેંક, ફેડરલ બેેંક, ઇન્ડસઇન્ડ અને આરબીએલ બેેંકે પણ આધાર એનરોલમેન્ટના નિર્દેશનું પાલન કર્યું નથી. ઉલ્લેખનીય છે કે, યુઆઇડીએઆઇએ બેેંકોને તેમના જ સંકુલમાં પ્રત્યેક ૧૦માંથી ૧ બ્રાન્ચમાં આધાર એનરોલમેન્ટ અને અપડેશન સુવિધા પૂરી પાડવા જણાવ્યું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here