હું તો ડીએમકેમાં પરત આવવા તૈયાર, પણ સ્ટાલિનને મંજૂર નથી : અલાગિરી

0
67
Advertisement
Loading...

ડીએમકેમાંથી બહાર ચાલી રહેલા કરૂણાનિધિના મોટા પુત્ર એમ.કે. અલાગિરી પોતાના ભાઇ ડીએમકેના અધ્યક્ષ બન્યા બાદ સમાધાનના મૂડમાં છે. આજે અલાગિરીને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું તેઓ ડીએમકેમાં પરત જશે ત્યારે તેમણે જવાબ આપ્યો કે, હું તો ડીએમકેમાં પરત જવા તૈયાર છું, પરંતુ સ્ટાલિન મને પરત લેવા માટે તૈયાર નથી.

અલાગિરીને ૨૦૧૪માં કરૂણાનિધિએ પાર્ટીમાંથી બરતરફ કરી દીધા હતાં. તેઓ સ્ટાલિનના નેતૃત્વ પર સતત સવાલ ઉભા કરતાં રહ્યાં છે. તેમણે પ સપ્ટેમ્બરે ચેન્નાઇમાં એક રેલીના આયોજનની જાહેરાત પણ કરી છે. સ્ટાલિનના મોટા ભાઇ અલાગિરીએ કરૂણાનિધિના નિધન બાદ દાવો કર્યો હતો કે કરૂણાનિધિના સાચા અને નિષ્ઠાવાન કાર્યકરો તેમની સાથે છે.

ડીએમકે સ્થાપક કરૂણાનિધિના નિધન બાદ મંગળવારે પાર્ટીની મહાપરિષદની બેઠકમાં ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ અને કરૂણાનિધિના નાના પુત્ર એમ.કે. સ્ટાલિનને પાર્ટી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત વરિષ્ઠ નેતા અને પાર્ટીના મુખ્ય સચિવ દુરઇમુરૂગનને પાર્ટીના નવા કોષાધ્યક્ષ નિમવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે સ્ટાલિન પાર્ટીના બીજા અધ્યક્ષ ચૂંટાયા છે. એમ. કરૂણાનિધિ પાર્ટીના અધ્યક્ષના પદે ૪૯વર્ષ સુધી રહ્યાં. કરૂણાનિધિનું નિધન ૭ ઓગસ્ટે થયું હતું. ડીએમકેના મહાસચિવ કે. અંબાઝગને કહ્યંં કે પાર્ટીના ૧૩૦૭ અધિકારીઓએ સ્ટાલિનની ઉમેદવારીનું સમર્થન કર્યું. વરિષ્ઠ નેતા દુરાઇમુરુગનની પાર્ટી કોષાધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here