જોબ આપવાની લાલચ આપી એજન્ટે મહિલાનો શેખ સાથે કરી દીધો સોદો, જાણો પછી શું થયું

0
157
Advertisement
Loading...

હૈદરાબાદની એક મહિલાને દુબઈના શેખને વેચવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ મહિલાને એક એજન્ટે દુબઈની સુપરમાર્કેટમાં સેલ્સવૂમેનની જોબ ઓફર કરી હતી. એજન્ટે મહિલાને 18 માર્ચના રોજ શારજહાં મોકલી હતી.

મહિલાએ જણાવ્યું કે, એક શેખે તેને ખરીદી હતી અને બાદમાં તેને બહરીન લઈ ગયો. જે બાદ તેને ઓમાનના એક ઘરમાં કામ કરવા માટે રાખવામાં આવી. મહિલાએ જણાવ્યું કે તેની પાસે ખૂબ કામ કરાવવામાં આવતું હતું અને પૂરતું ભોજન પણ નહોતું આપવામાં આવતું.

મહિલાએ તેની હાલત અંગે માતાને વાત કરી. જે બાદ તેનો પરિવાર મસ્કતમાં ભારતીય દૂતાવાસ પહોંચ્યો. અલર્ટ જાહેર થયા બાદ વિદેશ મંત્રાલયે આ મહિલાને બચાવી લીધી.

હાલ મહિલા પરત હૈદરાબાદ પરત પહોંચી ગઇ છે. મહિલાએ તેનો જીવ બચાવવા બદલ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનો પણ આભાર માન્યો છે.

. ઉલ્લેખનીય છે કે ગલ્ફ દેશોમાં ભારતીયો સાથે આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ માટે ગત વર્ષે સરકારે એક હેલ્પલાઇન શરૂ કરી હતી. જે ગલ્ફ દેશોમાં ફસાયેલા ભારતીયોની મદદ કરે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here