જાણો 3 કરોડની ફરારી પુલ પરથી ખાબકતાં નિકળી ગયા ભુક્કા,અબજોપતિ ઉદ્યોગપતિનું મોત..કેવી રીતે થયું

0
1009
Advertisement
Loading...

પશ્ચિમ બંગાળમાં ઝડપની મજા મોતની સજામાં ફેરવાઈ ગઈ છે. હાવડામાં એનએચ-6 પર જોમજુરમાં આ ઘટના ઘટી છે જ્યાં 3.13 કરોડ રૂપિયાની ફરારી કાર રસ્તા પર ડિવાઇડર સાથે ટકરાતા ડ્રાઈવરનું મોત થયું છે. આ ઘટના એવા સમયે થઈ જ્યારે 43 વર્ષી શિબાજી રોય પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક ટ્રકને ઓવરટેક કરવા જતાં તે પોતાનું બેલેન્સ ગુમાવી બેઠ્યા હતા.

શિબાજી રોય પશ્ચિમ બંગળાની એમએલ રોય એન્ડ સેનિટેશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે. ઘટના સમયે તે ફરારી કેલિફોર્નિયા ટી ચલાવી રહ્યા હતા જે તેના એક મિત્રની હતી. જાણકારી અનુસાર શિબાજીએ અચાનક ટ્રકને બચાવવા માટે એક ઝડપી વળાંક લીધો, જેના કારણે તે કાર ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ.

પશ્ચિમ બંગાળમાં ઝડપની મજા મોતની સજામાં ફેરવાઈ ગઈ છે. હાવડામાં એનએચ-6 પર જોમજુરમાં આ ઘટના ઘટી છે જ્યાં 3.13 કરોડ રૂપિયાની ફરારી કાર રસ્તા પર ડિવાઇડર સાથે ટકરાતા ડ્રાઈવરનું મોત થયું છે. આ ઘટના એવા સમયે થઈ જ્યારે 43 વર્ષી શિબાજી રોય પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક ટ્રકને ઓવરટેક કરવા જતાં તે પોતાનું બેલેન્સ ગુમાવી બેઠ્યા હતા.

ઘટના સમયે હાજર પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ફરારી પકુરિયા ફ્લાઈઓવર પાસે લોખંડની રેલિંગ સાથે ટકરાઈ ગઈ, જેના કારણે શિબાજીની છાતીમાં ગંભીર ઇજા થઈ, ત્યાં સુધી કે કારની અંદર રહેલ એર બેગ પણ તેને બચાવી ન શકી.

ઘટના બાદ ઘટનાસ્થળ પર જ શિબાજીનું મોત થઈ ગયં. ઘટના બાદ અંદાજે એક કલાક બાદ તેમને કારની બહાર કાઢવામાં આવ્યા. કોલકાતા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં બપોરે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. શિબાજી એક સાત કારના કાફલાનો હિસ્સો હતા જે રવિવારે સવારે એનએચ-6 પર એક સાથે ઘરે જવા માટે રવાના થઈ હતી. તેઓ જ્યારે ઘરે પરત ફરી રહ્યા ત્યારે સવારે 9.30 કલાકે આ ઘટના થઈ.

ઘટના સમયે કારમાં શિબાજીના મિત્રની 17 વર્ષની દીકરી આસના સુરાના અને અન્ય એક વ્યક્તિ સવાર હતા, જેની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તેની સીએમઆરઆઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે શિબાજીનો 17 વર્ષનો દીકરો આ ઘટનામાં મરતા મરતી બચી ગયો છે. જ્યારે આ ઘટના બની ત્યારે તે પહેલા તે તેના પિતાની સાથે આગળ બેઠો હતો, પરંતુ બાદમાં તે બીજી કારમાં બેસી ગયો અને આસના ફરારીની સવારી માટે કારમાં બેઠી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here