ગૃહિણીએ ટેલિકોલરને ઓટીપી આપ્યો અને ૭૫૦૦૦ હજારનો ચૂનો લાગ્યો.

0
166
housewife-gave-the-otp-to-the-telecaller-and-lent-to-75000-thousand
Advertisement
Loading...

Mumbai, બેન્કની તરફથી ઑનલાઇન પેમેન્ટ કરતાં પહેલાં આવતો વન ટાઇમ પાસવર્ડ OTP કોઇને પણ ન બતાવાની સલાહ તમામ ખાતેદારોને આપવામાં આવે છે. આ સલાહને અવગણવી મુંબઇની એક ગૃહિણીને ભારે પડી ગયું છે અને તેને પૂરા ૭૫૦૦૦ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. અંટોપ હિલમાં રહેતાં ૩૭ વર્ષના ગૃહિણી રંજની મેનનને એક ટેલિકોલરે તેમનો ઓટીપી પૂછયો અને એક પોર્ટલ પર અપલોડ કરેલા તેમના બાયોડેટા અંગે પૂછપરચ્છ કરી.

૬ ફેબ્રુઆરીના રોજ કોલરને પોતાના ફોન પર આવેલ ઓટીપી બતાવ્યો અને બાદમાં તેમના બેન્ક એકાઉન્ટમાંથી ૭૫૦૦૦ રૂપિયા કપાઇ ગયા. આપને જણાવી દઇએ કે તેમના પૈસા એક ઇ-વોલેટમાં ટ્રાન્સફ કરાયા હતા અને તેની વીસ મિનિટમાં ૧૦ વખત નીકાળ્યું. રંજનીને એક ટેલિકોલરનો ફોન આવ્યો તેમણે પોતાનું નામ ‘પ્રિયા શર્મા’ કહ્યું. કોલરે કહ્યું કે તેઓ જોબ પોર્ટલમાંથી વાત કરી રહ્યાં છે તેના પર રંજનીએ જોબ માટે પોતાનો બાયોડેટા અપલોડ કર્યો છે. રંજનીના પતિ સંજીવે કહ્યું કે ફોન કરનાર છોકરીએ મારી પત્નીને કહ્યું કે બાયોડાટે અપલોડ કરવાની ૧૦ રૂપિયા પ્રોસેસિંગ ફી લાગશે. જે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને કેનેરા બેન્કના ડેબિટ કાર્ડમાંથી મારી પત્નીએ પેમેન્ટ કરવાની કોશિષ કરી હતી, આ ઘટના બાદ બંને બ્લોક થઇ ગયા.

મેનની ફરિયાદના મતે મેં કોલરની વાત માનીને તેને કહ્યું તે પ્રમાણે કર્યું કારણ કે તેને કહ્યું હતું કે તમારો બાયોડેટા સિલેકટ થયો છે. તેને ઑનલાઇન ફોર્મ ભરવા માટે ૧૦ રૂપિયાના પેમેન્ટની વાત કહી. પહેલાં મેં મારા એસબીઆઈ બેન્કના ક્રેડિટ કાર્ડમાંથી ૧૦ રૂપિયાનું પેમેન્ટ કરવાની કોશિષ કરી પરંતુ પૈસા કપાયા નહીં. ત્યારબાદ મેં કેનેરા બેન્કના ડેબિટ કાર્ડમાંથી કોશિષ કરી અને એમ જ થયું.

કોલરે પેમેન્ટ કરવામાં મદદ કરવાના બ્હાને રંજની પાસેથી ઓટીપી પૂછી લીધો. અંટોપ હિલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે ફ્રૉડ કરનારાઓને વિક્ટિમની કાર્ડ ડિટેલ્સ ત્યારે જ મળી ગઇ હતી જ્યારે તેમણે વેબસાઇટ પર પેમેન્ટ કરવાની કોશિષ કરી અને તેને ઓટીપી બાદમાં પૂછી લીધો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here