ખીણમાં ખાબકી સ્કૂલ બસ, 27 માસૂમ બાળકો સહિત 30ના મોત જુઓ તસવીરોમાં

0
186
Advertisement
Loading...

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક સ્કૂલ બસ ખીણમાં પડી જવાથી અત્યાર સુધી 30 લોકોના મોત નિપજ્યાં છે, જેમાંથી 27 બાળકો છે. આ દુ:ખદ ઘટના સોમવારે સાંજે 4.30 કલાકે નૂરપુર વિસ્તારમાં બની. મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સાથે જ તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાના વળતરનું એલાન કર્યું છે. ઘટના બાદ રાહત અને બચાવની કામગિરી ઝડપથી ચાલી રહી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ (NDRF)ની ટીમ પણ રેસ્ક્યૂ ઑપરેશનમાં જોડાઈ ગઈ છે. હિમાચલ પ્રદેશના પરિવહન મંત્રી ગોવિંદ સિંહ ઠાકુરે દુર્ઘટનામાં 27 બાળકો સહિત 30 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે.

અગાઉ હિમાચલ પ્રદેશના શિક્ષણ મંત્રીએ મૃતકોનો આંકડો 20 સુધી પહોંચવાની પુષ્ટિ કરી હતી. આ દર્દનાક દુર્ઘટના અંગે સીએમ જયરામ ઠાકુરે કહ્યું કે, ‘NDRFની ટીમને તત્કાળ સ્થળ પર રેસ્ક્યૂ માટે લગાડવામાં આવી છે. સ્થાનીકોની મદદથી ઘટનાસ્થળ પર બચાવ કામગિરી ચાલી રહી છે. મેં દુર્ઘટનાની તપાસ અંગે મેજિસ્ટ્રેટને આદેશ આપ્યો છે.’

પોલીસ, સ્થાનીક લોકો, ડોક્ટર્સની ટીમ અને NDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગિરી ચાલી રહી છે. કાંગડા પોલીસ અધિક્ષક સંતોષ પટિયાલે જણાવ્યું કે, ‘ઘટના જિલ્લા મુખ્યાલયથી લગભગ 80 કીમી દૂર બની છે અને સૂચના મેળવતા જ હું ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયો.

આ બસ વઝીર રામ સિંહ પબ્લિક સ્કૂલની છે. ઊંચાઈએથી પસાર થઈ રહેલી બસ કિનારેથી ઢસડાની નીચે પડી ગઈ. સ્થાનીકોની મદદથી બસમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગિરી ચાલી રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here