આમ આદમી પાર્ટીને લઈને હાર્દિક પટેલે શું કહ્યું ? જાણો

0
298
Advertisement
Loading...

આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોનું સભ્યપદ રદ્દ કરવા માટેની ચૂંટણી પંચની ભલામણને લઈને પાસ કન્વીનર હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે. હાર્દિકે કેજ્રીવાલની વિવશતા, કુમાર વિશ્વાસ અને આમ આદમી પાર્ટીના ભવિષ્ય પર પણ નિવેદન કર્યું છે.

હાર્દિકે કહ્યું છે કે કુટિલતાથી આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને યોગ્ય ઠેરવી કેન્દ્ર સરકારે પોતાના લોકતંત્ર વિરોધી ઈરાદાઓ જાહેર કરી દીધા છે. આવી તમામ મુસીબતોના સમયમાં કેજરીવાલને બચાવી લેનાર શબ્દોના મહારથી ડૉ. કુમાર વિશ્વાસનું પાર્ટીમાં હોવું કેટલું મહત્વનું છે તે સમજી શકાય છે. મોટા નેતાઓની સુરક્ષા ક્યાંક આંદોલનને જ ખતમ ન કરી દે.

ઉલ્લેકનીય છે કે લાભના પદ કેસમાં ફસાયેલા આમ આદમી પાર્ટી (AAP)ના 20 ધારાસભ્યોને ચૂંટણી પંચે અયોગ્ય જાહેર કરવાની ભલામણ રાષ્ટ્રપતિ મહોદયને કરી છે. હવે સૌની નજર રાષ્ટ્રપતિ પર મંડાયેલી છે, જે આ મામલે અંતિમ નિર્ણય લેશે. જો રાષ્ટ્રપતિ AAPના ધારાસભ્યો વિરૂદ્ધ નિર્ણય લેશે તો કેજરીવાલ સરકારના ધારસભ્યોની સંખ્યા 66માંથી 46 રહી જશે.

આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોની ઉંઘ હરામ કરનાર અને પાર્ટીને ક્ષોભજનક સ્થિતિમાં મુકનારા વ્યક્તિનું નામ છે પ્રશાંત પટેલ. પ્રશાંત પટેલના કારણે જ છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટીના લગભગ 21 ધારાસભ્યો પર લટકતી તલવાર હતી.

એક ખાનગી એનજીઓ તરફથી હાઈકોર્ટમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની નિમણૂંકને પડકારવામાં આવી હતી. એનજીઓ દ્વારા કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, સંસદીય સચિવ પદ પર AAPના 21 ધારાસભ્યોની નિમણૂંક ગેરબંધારણીય છે. ત્યાર બાદ વકીલ પ્રશાંત પટેલે રાષ્ટ્રપતિ સમક્ષ અરજી કરી હતી. પ્રશાંત પટેલની અરજી પર જ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીંના સંયોજક અરવિંદ કેજરીવાલને ફટકો પડ્યો હતો. હાઈકોર્ટે દિલ્હી સરકાર વિરૂદ્ધ નિર્ણય સંભળાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે 2015માં જુદા જુદા વિભાગોમાં કામકાજની દેખરેખ માટે સંસદીય સચિવોની નિમણૂંક કરી હતી. જો કે આ નિમણૂંકો પ્રારંભથી જ વિવાદોમાં સપડાઈ હતી. જોકે આ અગાઉ ભાજપના શાસનકાળ દરમિયાન 1 અને કોંગ્રેસના શીલા દીક્ષિતના શાસનકાળમાં પહેલા એક અને બાદમાં ત્રણ સંસદીય સચિવોની નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ AAP સરકાર તો અગાઉની સરકારોથી ખાસ્સી આગળ નિકળી ગઈ હતી. આપના શાસનકાળમાં સંસદીય સચિવોની નિમણૂંકની સંખ્યા અધધ 21 પહોંચી ગઈ હતી. જોકે ગત વર્ષે રાજૌરી ગાર્ડનમાં AAPના ઉમેદવારના પરાજય સાથે જ સંસદીય સચિવ બનેલા ધારાસભ્યોની સંખ્યા ઘટીને 20 રહી ગઈ હતી. હવે આ તમામ નિમણૂંકને ગેરબંધારણીય ઠેરવવામાં આવતા કેજરીવાલ સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here