ગુજરાતનું ટ્રેલર હતું, રાજસ્થાનનું ઇન્ટરવલ, હવે ૨૦૧૯માં પૂરું પિક્ચર હશેઃ શિવસેના

0
124
Gujarat's trailer, Rajasthan's interval, now will be a complete picture in 2019 Shiv Sena
Advertisement
Loading...

(જી.એન.એસ) મુંબઇ રાજસ્થાનમાં થયેલી પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલી હાર પર રાજકીય નિવેદનબાજી શરુ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારમાં મોદી સરકારના પાર્ટનર શિવસેનાએ પણ આ હાર પર કટાક્ષ કર્યો હતો. પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે આ તો માત્ર ઇન્ટરવલ છે, ૨૦૧૯માં પૂરું પિક્ચર હશે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ શિવસેનાએ ભાજપથી અલગ થઇને લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.રાઉત એ કહ્યું કે ગુજરાત ચૂંટણી ટ્રેલર હતું, અને રાજસ્થાન ઉપ-ચૂંટણીનું પરિણામ ઇન્ટરવલ છે. હવે આખી ફિલ્મ ૨૦૧૯મા જોવા મળશે. ૨૦૧૯ લોકસભા ચૂંટણી એકલા લડવાના અમારા સંકલ્પથી પાછળ હટવાનો કોઇ પ્રશ્ન જ ઉઠતો નથી. એક વખત તીર જ્યારે બહાર નીકળી જાય છે તે તેને પાછું ખેંચવાની સંભાવના રહેતી નથી.

૨૩ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ શિવસેનાના સ્થાપક બાળા સાહેબ ઠાકરેની જયંતીના અવસર પર પાર્ટી એ ઔપચારિક રીતે સંબંધ ખત્મ થયાની જાહેરાત કરી દીધી. શિવસેના એ ૨૦૧૯ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી દીધી.

રાજસ્થાનની બે લોકસભા બેઠક અને એક વિધાનસભા બેઠક પર થયેલ પેટા ચૂંટણીમાં ભાજપે ત્રણેય બેઠકો ગુમાવી દીધી. ત્યારબાદથી કૉંગ્રેસ જ નહીં બાકી પક્ષોની તરફથી સતત પ્રતિક્રિયા આવી રહી છે. શિવસેનાએ પણ તેની હાર પર ભાજપની વિરૂદ્ધ કડક નિવેદનબાજીમાં કોઇ કસર છોડી નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here