ગુજરાતીઓ-મહારાષ્ટ્રીયનોને એક સપ્તાહમાં બનારસ છોડવા ચેતવણી ? જાણો કોણે આપી ચીમકી

0
225
Advertisement
Loading...

ગુજરાતમાં ઉત્તર ભારતીયો ખાસ કરીને યુપી અને બિહારના લોકો પર થઈ રહ્યા સામૂહિક હુમલાનો વિરોધ હવે શરૃ થઈ ગયો છે. મંગળવારે તેની અસર પર પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમાં જોવા મળી. ઘણા સ્થળોએ વિરોધમાં પોસ્ટર લગાડવામાં આવ્યા, જેના લખ્યું હતું કે ગુજરાતી નરેન્દ્ર મોદી બનારસ છોડી દો. સાથે બનારસમાં રહી રહેલા ગુજરાતીઓ અને મહારાષ્ટ્રના લોકોને એક અઠવાડિયામાં બનારસ છોડવાની ચેતવણી આપવામાં આવી છે.આવા પોસ્ટર યુપી બિહાર એકતા મંચ તરફથી લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાં વધી રહેલ ઉત્તર ભારતીયો પર હુમલા બાદ દેશનુ રાજકારણ પણ ગરમાયુ છે. ઉત્તરપ્રદેશમાં આને લઈને વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યુ છે.

વડાપ્રધાન મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં પોસ્ટર લગાવીને આ હુમલાનો કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે ‘ગુજરાતી નરેન્દ્ર મોદી બનારસ છોડો.’આ પોસ્ટર ઉત્તરપ્રદેશ-બિહાર એક્તા મંચ દ્વારા લગાવવામાં આવ્યા છે. વારાણસીમાં લગાવવામાં આવેલ પોસ્ટરને ચેતવણીના રુપમાં લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં ગુજરાત મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો પર થયેલ હિંસાની ઘટના સામે કડક શબ્દોમાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

યૂપી-બિહાર એક્તા મંચ દ્વારા લગાવવામાં આવેલ પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે, બનારસમાં વસતા સમસ્ત ગુજરાતીઓ અને મહારાષ્ટ્રના લોકોને અપીલ છે કે તે એક સપ્તાહની અંદર બનારસ છોડીને ચાલ્યા જાય, નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહે. છેલ્લા દિવસોમાં એક બાળકી સાથેના દુષ્કર્મ બાદ ગુજરાતમાં ઉત્તર ભારતીય (બિહાર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ) સમુદાયના લોકો પર હુમલો થયો હતો. આ લોકોને ગુજરાત છોડવાની ધમકીઓ આપવામાં આવી છે. વિરોધને લઇને મોટી સંખ્યામાં લોકોએ ગુજરાતમાંથી પલાયન પણ કર્યું છે. વારાણસીના સિગરા વિસ્તારમાં પોસ્ટર લગાવી રહેલા યુપી-બિહાર એકતા મંચના સભ્યોએ જણાવ્યું કે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઇ રહેલા હુમલાઓ ખોટા છે.

ઉત્તરભારતીય જે કામની શોધમાં ગુજરાત અને મહારાષ્ટ્ર જઇ રહ્યા છે તેમને ત્યાંથી પલાયન માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ સંબંધમાં અમે આજે એક પોસ્ટર/ ચેતવણી પત્ર પ્રકાશિત કર્યું છે.તેમણે જણાવ્યું કે અમે માંગ કરી છે કે આપણા વડાપ્રધાન અને વારાણસીના સાંસદ નરેન્દ્ર મોદીજી પણ એક ગુજરાતી છે. તેમને બનારસે પ્રેમ આપ્યો અને રેકોર્ડ મતથી વિજયી બનાવી દેશના વડાપ્રધાન બનાવ્યા. તેમ છતાં, ગુજરાતમાં આજે ઉત્તર ભારતીયો સાથે હિંસા થઇ રહી છે. તેમને ત્યાંથી ભગાવવામાં આવી રહ્યા છે.એવામાં અમે વડાપ્રધાનને ચેતવણી પત્ર દ્વારા જણાવ્યું છે કે જો આ હિંસા રોકવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં બાનરસની જનતા તમને પણ ગુજરાત પાછા મોકલી દેશે. જણાવી દઇએ કે ગુજરાતના સાબરકાંઠા જીલ્લામાં એક બાળકીની સાથે થયેલા દુર્વ્યવહાર પછી યુપી-બિહારના લોકો પર હુમલો થયો છે. ગુજરાતમાં ઉત્તર ભારતીય પરિવારો પર હુમલાઓ અને તેનાથી બનેલા ભયના માહોલ પર કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અજય રાયએ ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે જણાવ્યું કે ઉત્તર ભારતીયોની પલાયનના સમાચાર દુઃખદાયક અને શરમજનક છે. ગાંધીની પરંપરા વિરુદ્ધ ગુજરાતમાં ઉભરતી પરિસ્થિતિ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. તે ત્યાંની શાસન-વહીવટની વ્યવસ્થા માટે પણ કલંક છે.ભૂતપૂર્વ ધારાસભ્યએ જણાવ્યું કે ઉત્તર ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાશીથી સાંસદ તરીકે પસંદ કર્યા છે. આશ્ચર્યજનક છે કે હજુ પણ ગુજરાતમાં સંકીર્ણ ક્ષેત્રવાદી માનસિકતા જોવા મળે છે. એવા સંજોગોમાં તાત્કાલિક અસરકારક અંકુશ નહી લગાવવા પર કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ કરવામાં આવશે. ભૂજ,તા.૯ સેક્ધડ સમર તરીકે ઓળખાતા ઑક્ટોબર મહિના અને ભાદરવાના પ્રખર સૂર્યતાપની જુગલબંધીએ કચ્છને સોમવારે સતત બીજા દિવસે પણ અગનભઠ્ઠામાં ફેરવી દીધું છે.

સોમવારે રણપ્રદેશ કચ્છનું મુખ્યમથક ભુજ દુનિયાના સૌથી ગરમ મથકોની યાદીમાં ૧૯માં ક્રમાંક પર રહેવા પામ્યું છે, જયારે દેશના ટોપ ટેન શહેરોની યાદીમાં ભુજ પ્રથમ ક્રમાંકે જયારે નલિયા બીજા ક્રમે રહેવા પામ્યું છે. સોમવારે મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતા સોમવારે જનજીવન મૂર્છિત થઇ જવા પામ્યું હતું. જયારે નલિયા અને મહા બંદર કંડલામાં ૪૧ ડિગ્રી સે.ગરમી નોંધાવા પામી છે. દેશના ટોપ ટેન ગરમ શહેરોની યાદીમાં ક્રમાનુસાર ભુજ, નલિયા, ફલોડી, કંડલા, બારમેર, સુરેન્દ્રનગર, જેસલમેર,જોધપુર, બિકાનેર અને પોરબંદરનો સમાવેશ થાય છે. કચ્છમાં જાણે ગ્લોબલ વોર્િંમગની અસર વર્તાતી હોય તેમ દુનિયાના સૌથી ગરમ મથકોની યાદીમાં ભુજે પણ સામવારે સ્થાન મેળવ્યું હતું. દેશના અન્ય ભાગોમાંથી કચ્છમાં પદયાત્રા કરીને પહોંચેલા માતાજીના ભક્તોને રણપ્રદેશની ગરમીનો પરચો થવા પામી રહ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here