ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન વધીને ૯૪,૪૪૨ કરોડ મળ્યો

0
38
Advertisement
Loading...

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી) ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં વધીને ૯૪ હજાર કરોડ રૃપિયાની પાર ૯૪,૪૪૨ કરોડ રૃપિયા પર પહોંચી ગયું છે. ઓગષ્ટમાં ૨.૬૧ ટકાનો કડાકો નોંધાયો હતો, જે ઘટીને ૯૩,૯૬૦ કરોડ રૃપિયા પર સ્થિર થયો હતો. નાણાં મંત્રાલય તરફથી સોમવારે દિલ્હીમાં જાહેર કરેલા આંકડા મુજબ, ઓગષ્ટમાં જીએસટી સંગ્રહ જુલાઈની સરખામણીમાં ૨૫૨૩ કરોડ રૃપિયા ઓછું રહ્યું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં આ ફરીથી વધી ૯૪,૪૪૨ કરોડ રૃપિયાને વટાવી ગયુ છે. ચાલુ વર્ષે જુલાઈમાં જીએસટીથી ૯૬,૪૮૩ કરોડ રૃપિયા અને જૂનમાં ૯૫,૬૧૦ કરોડ રૃપિયાની મહેસૂલ પ્રાપ્ત થઈ હતી.

મંત્રાલયે કહ્યું છે કે સંભવતઃ જુલાઈમા કેટલીક વસ્તુઓ પર ટેક્ષનો દર ઘટવાને કારણે ગ્રાહકોએ ખરીદી ટાળવી પડશે, જેને કારણે ઓગષ્ટમાં કર સંગ્રહ ઓછો રહ્યો હતો. ટેક્ષના દરમાં ઘટાડાની જાહેરાત ૨૧ જુલાઈએ કરવામાં આવી હતી, જ્યારે તેના માટે સૂચના ૨૭ જુલાઈએ જાહેર કરાઈ હતી. આ દરમ્યાન ગ્રાહક દર ઘટવાની રાહ જોવા લાગ્યા પરંતુ સપ્ટેમ્બરમાં આ ફરીથી વધી ૯૪ હજાર કરોડ રૃપિયાનો આંકડો વટાવી ગયુ છે.

સપ્ટેમ્બરમાં કેન્દ્રીય જીએસટીનો સંગ્રહ ૧૫,૩૧૮ કરોડ રૃપિયા, રાજ્ય જીએસટીનો ૨૧,૦૬૧ કરોડ રૃપિયા, આઈજીએસટીના ૫૦,૦૭૦ કરોડ રૃપિયા અને ઉપકરના ૭૯૯૩ કરોડ રૃપિયા રહ્યાં. આઈજીએસટીમાં આયાત પર પ્રાપ્ત ૨૫,૩૦૮ કરોડ રૃપિયા અને ઉપકરમાં આયાત પર પ્રાપ્ત ૭૬૯ કરોડ રૃપિયાની ફી પણ સામેલ છે. ઓગષ્ટ મહિના માટે ૩૦ સપ્ટેમ્બર સુધી ૬૭ લાખ જીએસટીઆર ૩બી ફોર્મ ભરાયા છે. સરકારે જણાવ્યું કે વિવાદીત કર મામલામાં સમાધાન હેઠળ ઓગષ્ટમાં કેન્દ્રીય જીએસટી હેઠળ ૩૦,૫૭૪ કરોડ રૃપિયા અને રાજ્ય જીએસટી હેઠળ ૩૫,૦૧૫ કરોડ રૃપિયા પ્રાપ્ત થયા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here