ગૂગલ, એફબી, ટ્વિટર ચૂંટણી પ્રભાવિત થાય તેવા સમાચાર નહીં ફેલાવે

0
58
Advertisement
Loading...

ગૂગલ, ફેસબુક અને ટ્વિટર દ્વારા ચૂંટણી કમિશન (ઇસી)ને ખાતરી આપવામાં આવી છે કે તેમનું પ્લેટફોર્મ એવા કોઈ સમાચાર પ્રસારિત નહીં કરે જેનાથી પ્રચાર અભિયાન દરમિયાન ચૂંટણીની વિશ્વસનીયતા પર કોઈ પણ પ્રકારની અસર પડે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી.રાવતે જણાવ્યું કે સોશિયલ મીડિયા કંપની ટ્વિટર અને ફેસબુકે જણાવ્યું છે કે પ્રચાર દરમિયાન ચૂંટણીને અસર કરનાર કોઈ પણ વસ્તુ માટે તેમના પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરવામાં આવે. કર્ણાટક ચૂંટણી દરમિયાન તેની ચકાસણી કરવામાં આવી હતી.

રાવતે જણાવ્યું કે ત્યારે નાના પાયલટ પ્રોજેક્ટ તરીકે તેને અમલમાં મૂકવામાં આવ્યું હતું. તે શરૃઆત હતી. હવે લોકસભાની ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં તેને મોટા પ્રમાણમાં અમલમાં મૂકાશે. ઉલ્લેખનીય છે કે આ ચાર રાજ્યોમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી આયુક્તના અધિકારીએ જણાવ્યું કે, વરિષ્ઠ ઉપ-ચૂંટણી નિયામક ઉમશ સિન્હાના નેતૃત્વમાં એક સમિતિએ ગૂગલ, ફેસબુક અને ટ્વિટરના રિજનલ તેમજ સ્થાનિક વડાઓને બોલાવ્યા હતા અને તેમને પૂછયું હતું કે તેઓ શું કરી શકે છે જેથી ભારતીય ચૂંટણી પ્રભાવિત ન થાય.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બોગસ સમાચારોના પ્રભાવને રોકવા અને મતદાતાઓને ટાર્ગેટ કરી મૂકવામાં આવેલા મેસેજથી બચવાના ઉપાય અંગે ઈઝ્રએ પૂચ્છા કરી હતી. આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, ‘આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરફથી વચન આપવામાં આવ્યું છે કે પ્રચાર દરમિયાન અને મતદાન સમાપ્ત થાય તે પહેલાં ૪૮ કલાક વચ્ચે તેઓ એવું કંઈ નહીં થવા દે જેનાથી ચૂંટણી પર વિપરીત અસર પડે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here