કૉચિંગ ક્લાસની વિદ્યાર્થીની પર ચાર યુવકોએ કર્યો ગેંગરેપ પછી પોલીસે શું કર્યું ? જાણો

0
320
Advertisement
Loading...

શહેરમાં બેન્કના કૉચિંગ કરીને પરત ફરી રહેલી યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. છોકરી બીએસસીની વિદ્યાર્થીની છે, આ ઘટના શનિવારે ઘટી છે. કૉલેજમાં તેનો સીનિયર રહેલો એમબીએ પાસ શૈલન્દ્ર દાંગી તેને એમપી નગર ઝોન-1 માંથી વિદ્યાર્થીનું અપહરણ કર્યા બાદ ગેંગરેપ ગુજાર્યો હતો.

શૈલેન્દ્ર વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેને અપ્સરા ટૉકીઝની પાસે એક રૂમમાં લઇ ગયો. ત્યાં ત્રણ લોકો પહેલાથી હાજર હતા. શૈલેન્દ્રએ ધીરજ સાથે મળીને ગેંગરેપની ઘટનાનો અંજામ આપ્યો હતો. બે લોકો બહારથી વૉચ રાખી રહ્યાં હતા.

એમપી નગર પોલીસે ચારેયને ઝડપી લીધા છે. આરોપી શૈલેન્દ્ર, ધીરજ રાજપૂત અને ચિમન મિસરોદ ટૉલનાકા પર બાઉન્સર છે, જ્યારે સોનુ આઇટીઆઇ કરી રહ્યો છે.

પીડિત વિદ્યાર્થીએ પોલીસ એફઆઇઆરમાં જણાવ્યું કે “હું શનિવારે સવારે એમપી નગરના એક કૉચિંગ સેન્ટરમાં બેન્કના કૉચિંગ માટે આવી હતી, કૉચિંગ પુરી થયા પછી લગભગ 11:30 વાગે મિલન રેસ્ટૉરન્ટ પાસે ઉભી હતી. ત્યારે મારી સાથે કૉલેજમાં ભણી ચૂકેલો શૈલેન્દ્ર દાંગી ત્યાં આવ્યો, તેને પોતાની સાથે આવવા કહ્યું તો હું મે ના પાડી દીધી. તેને મારો મોબાઇલ ફોન ઝૂંટવી લીધો”

આ પછી તેને પોતાની સાથે આવવા મજબૂર કરી, પોતાની બાઇકથી તે મને અપ્સરા ટૉકીઝની પાસે એક રૂમમાં લઇ ગયો. અહીં પહેલાથી શૈલેન્દ્રના ત્રણ મિત્રો ધીરજ રાજપૂત, ચિમન અને સોનુ હાજર હતા. રૂમમાં ઘૂસતા જ શૈલેન્દ્રએ મિત્રોની સામે મને બે-ચાર થપ્પડો ઠોકી દીધી.

“આના કારણે હું દિવાલ સાથે ટકારઇ ગઇ, થોડીવાર બાદ ધીરજે મને મારી, ત્યારબાદ બન્નેએ મારી સાથે વારાફરથી જબરદસ્તી કરી. ચીમન અને સોનું રૂમની બહાર ચોકીદારી કરી રહ્યાં હતા. જબરદસ્તી કર્યા બાદ શૈલેન્દ્ર અને તેના મિત્રોએ મને કહ્યું કે આ વાત કોઇને કહી તો તારા પરિવારને જાનથી મારી નાંખીશું.”

ધરપકડ બાદ રવિવારે લગભગ સાંજે સાડા પાંચ વાગે અમપી નગર પોલીસે ચારેય આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. ટીમે તેને બોર્ડ ઓફિસ ચોક, જ્યોતિ ટૉકીઝ, એપમી નગર ઝોન-1 થઇને પાછી લઇને આવી હતી.

આ દરમિયાન પોલીસની હાજરીમાં ભીડે પણ આરોપીઓ પર હાથ ચાલાકી કરી હતી. રસ્તાંમાં આરોપીઓને કાન પકડાવીને ઉઠક બેઠક પણ કરાવાઇ હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here