વિમો લીધાના ૯૦ દિવસની અંદર પોલીસીધારકનું મોત થાય તો પણ તેને કલેઇમની રકમ મળી શકે.

0
168
Even if the policyholder dies within 90 days of receiving the insurance, he can get the claim amount
Advertisement
Loading...

(GNS)ન્યુ દિલ્હી, જીવન વીમો ધરાવતાં લોકો માટે ખુશખબર છે. વીમો ઉતરાવ્યાના ૯૦ દિવસની અંદર પણ મૃત્યુ થાય તો પણ વીમા કંપની નિશ્ચિત રકમ (વીમાની રકમ) ચુકવવાની ના પાડી શકે નહીં.

નેશનલ ગ્રીવાન્સીસ રિડ્રેશલ કમિશન (એનસીડીઆરસી)એ વીમા કંપનીને મૃત પોલિસીધારકના પરિવારને નવ ટકા વ્યાજ સાથે રૂ. ૨.૫ લાખની રકમ ચુકવવાનો આદેશ કર્યો છે. વીમા ઉતરાવ્યાના ૯૦ દિવસમાં જ પોલિસીધારક મૃત્યુ પામ્યા હતાં.

પંજાબના ફઝીલકામાં રહેતાં કુલવિંદરસિંહે ૨૬ મે ૨૦૧૦એ એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફ ઈન્સ્યોરન્સ પાસેથી વીમા પોલિસી ખરીદી હતીં અને પ્રિમિયમ તરીકે રૂ. ૪૫,૯૯૯ની ચુકવણી પણ કરી હતી. આ જ વર્ષમાં હાર્ટ એટેકમાં કુલવિંદરસિંહ મૃત્યુ પામ્યા હતાં. કુલવિંદરસિંહના પરિવારજનોએ વીમા કંપની પાસે કલેઈમ કર્યું હતું. વિમા કંપનીએ તેમને માત્ર પ્રિમિયમની રકમ જ પરત ચુકવી હતી.

ત્યારબાદ ન્યાયમૂર્તિ એસ. શ્રીશાની સિંગલ જજની બેન્ચે વીમા નિયામક ઈરડાના આદેશને ટાંકવાની સાથે વીમા કંપનીને સંપૂર્ણ રકમ ચુકવવા વીમા કંપનીને આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે ઈરડાનો આદેશ આ વીમા કંપની માટે પણ છે.

એનસીડીઆરસીએ જણાવ્યું હતું કે વીમા કંપનીઓ ૯૦ દિવસનો વેટિંગ પિરિયડ રાખી શકે નહીં. આ માટે કલેઈમનો પણ અસ્વીકાર કરી શકાય નહીં. ઈરડાએ આ જ કંપનીને ૯૦ દિવસના ગાળા બદલ ૨૧ કલેઈમ નાંમંજૂર કરવા બદર રૂ. એક કરોડનો દંડ પણ કર્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here