એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન હેન્ડબેગમાંથી પર્સ, મોબાઇલ અને પેન બહાર કાઢવા પડશે

0
73
Advertisement
Loading...

એરપોર્ટ પર સ્ક્રિનિંગ દરમિયાન હવે તમારે પર્સ, મોબાઇલ ફોન, ચાર્જર અને અન્ય ઇલેક્ટ્રોનિક આઇટમ્સને હેન્ડબેગમાંથી બહાર કાઢવાના રહેશે. અત્યાર સુધી માત્ર લેપટોપ્સ અને ટેબલેટ્સને જ અલગથી ટ્રેમાં સ્ક્રીનિંગ માટે રાખવા પડે છે. હવે આ વસ્તુઓને પણ ટ્રેમાં તપાસ માટે મૂકવી પડશે. એટલું જ નહીં અલગ સાઇઝની પેનની પણ એરપોર્ટ પર સ્ક્રીનિંગ થશે. તેનું કારણ એ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પેન જેવા ચાકુ મળી આવ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

દિલ્હીથી બહાર જતા મુસાફરોને ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ટૂંક સમયમાં જ આ સુરક્ષા માપદંડોનું પાલન કરવા માટે કહી શકાય છે. સીઆઇએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એરપોર્ટ પર ઝડપથી સિક્યોરિટી ક્લિયરન્સ માટે દેશભરમાં આમ કરવામાં આવી રહ્યું છે.

અધિકારીએ કહ્યું કે, હેન્ડબેગ્સની સ્ક્રીનિંગ દરમિયાન બેગમાં અનેક પ્રકારની વસ્તુઓ સ્ક્રીનમાં દેખાય છે. આવી સ્થિતિમાં તપાસમાં લાગેલા એરપોર્ટ કર્મચારીઓ યાત્રીઓને શંકાસ્પદ વસ્તુઓ બહાર કાઢવા માટે કહે છે. ત્યારબાદ તપાસ થાય છે અને તેમાં ઘણો વિલંબ થઇ જાય છે. પેનની પણ તપાસ કરવામાં આવી શકે છે જો તેનું વજન વધારે લાગે. અધિકારીએ ઉમેર્યું કે શંકાની સ્થિતિમાં અમે અમારા હાથ વડે આખી બેગની તપાસ કરતાં હોઇએ છીએ અને બધો સામાન બહાર કાઢવો પડે છે. તેનાથી પ્રોસેસિંગનો ટાઇમ ધીમો થઇ જાય છે. એવામાં શંકાસ્પદ વસ્તુઓની અલગથી તપાસ થવાની પ્રક્રિયા વેગવંતી બનશે. તેનાથી ચેકિંગની ક્વોલિટી પર પણ કોઇ અસર નહીં થાય.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here