ડો. આરિફ અલ્વી પાકિસ્તાનના ૧૩મા રાષ્ટ્રપતિ ચૂંટાયા

0
73
Advertisement
Loading...

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના નજીકની વ્યકિત અને તેમની પાર્ટીના સંસ્થાપક સભ્ય પૈકિના એક ડૉ. આરિફ અલ્વી પાક.ના ૧૩માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. અલ્વીએ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઉમ્મેદવાર એતઝાઝ અહસન અને પાકિસ્તાન મુસ્લિન લીગ-એનના ઉમેદવાર મૌલાના ફઝલ ઉર રેહમાનને ત્રિકોણીય મુકાબલામા મ્હાત આપી હતી.

મીડિયાના રિપોર્ટ મુજબ સંસદ અને સેનેટના કુલ ૪૩૦ મતો સામે અલવીને ૨૧૨ મત મળ્યા હતા, જ્યારે રહમાનને ૧૩૨ અને અહસને ૮૧ મત મેળવ્યા હતા. બાકીના ૬ મત રદ કરાયા હતા. બલુચિસ્તાના સાંસદો દ્વારા કરવામા આવેલા ૬૦ મતો સામે ૪૫ મત મેળવ્યા હતા.

પીપીપીના પ્રભાવ વાળા સિંધ વિસ્તારમા વિધાનસભામા અહસનને ૧૦૦ મતો મળ્યા હતા, જ્યારે અલવીને માત્ર ૫૬ મતોથી સંતોષ માનવો પડયો હતો અને રહમાનને માત્ર એક મત મેળવ્યો હતો. ખૈબર પખ્તૂનખ્વા વિધાનસભામા અલવીને ૧૦૯મતો માંથી ૭૮ મતા મળ્યા હતા. ત્યાંજ રહમાન અને અહસનને અનુક્રમે ૨૬ અને ૫ મત મળ્યા હતા. ત્યાંજ પંજાબ વિધાનસભામા અલવીએ ૧૮૬ મત હાંસિલ કર્યા હતા. જ્યારે રહમાન અને અહસને અનુક્રમે ૧૪૧ અને ૬ મત મેળવ્યા છે.આ સિવાય ૧૮ મત રદ કરાયા હતા.

વિજય બાદ પોતાના પહેલા ભાષણમા અલવીએ વડાપ્રધાન ઇમરાન ખાનને તેમને આટલી ઉચ્ચ સ્તરીય જવાબદારી સોંપવા બદલ આભાર માન્યો હતો. અલવીએ વધુમા જણાવ્યું કે, હું માત્ર પીટીઆઇનો રાષ્ટ્રપતિ નથી હું સમગ્ર દેશ અને બધી જ પાર્ટીઓનો રાષ્ટ્રપતિ છું. બધા જ પક્ષો મારા માટે સમાન છે. વર્તમાન રાષ્ટ્રપતિ મમનૂન હુસૈનનો પાંચ વર્ષનો કાર્યકાળ ૮,સપ્ટમ્બરે સમાપ્ત થશે.આથી સ્પષ્ટ થાય છે કે અલવી ૯ સપ્ટમ્બરે શપથ ગ્રહણ કરી શકે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here