કર્ણાટક રાજ્ય દ્વારા અલગ ધ્વજની માંગણી. મોદી આપશે ખરા..!?

0
181
Demand for separate flag by state of Karnataka Modi will give
Advertisement
Loading...

બેંગ્લુરુ, લાંબા સમયથી કર્ણાટક રાજ્ય દ્વારા અલગ ધ્વજની માંગણી કરવામાં આવી રહી હતી. આખરે રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા રાજ્યના માટે એક નવા ધ્વજને પરવાનગી આપી દીધી છે. જેને હવે કેન્દ્ર સરકારની પરવાનગી માટે મોકલી આપવામાં આવશે. કેન્દ્ર તરફથી પરવાનગી મળ્યા પછી કર્ણાટક રાજ્યને પોતાનો આધિકારિક ધ્વજ મળી જશે.રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની હાજરીમાં કર્ણાટકના માટે નવો ધ્વજ જાહેર કરવામાં આવ્યો. જેને રાજ્ય સરકારે પરવાનગી આપી છે અને તેને કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો છે. આગામી સમયમાં કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આ ધ્વજ વધુ રાજકીય રંગ લેશે. હાલ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે જે જોતાં ભાજપ તેનો વિરોધ ચાલું રાખવા માંગશે.

હાલમાં દેશમાં જમ્મુ-કાશ્મીર સિવાય અન્ય કોઈ પણ રાજ્ય પાસે પોતાનો આધિકારિર ધ્વજ નથી. છેલ્લા થોડાં સમયથી ધ્વજ અંગેનો મુદ્દો કર્ણાટક રાજ્યમાં જોરશોરથી ઉપાડવામાં આવ્યો હતો. આ માંગણી ૨૦૦૮-૦૯થી ઉપાડવામાં આવી હતી. જે સમયે રાજ્યમાં ભાજપની સરકાર હતી.અગાઉ કર્ણાટક હાઈકોર્ટેમાં રાજ્યના માટે અલગ ધ્વજની માંગણી કરતી અરજી કરવામાં આવી હતી. તે સમયે ભાજપની સરકારે કોર્ટમાં એવી દલીલ રજુ કરી હતી કે, રાજ્ય માટે અલગ ધ્વજ રાખવો એ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના વિરુધ્ધ છે. હાલમાં પણ ભાજપ દ્વારા રાજ્યો માટે અલગ ધ્વજ રાખવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. (Agency)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here