ઘોર કળિયુગ! દહેજ ન મળતાં પતિએ પત્નીની કિડની વેચી મારી

0
169
Deadly Kaliyug The husband sold his wife's kidney after getting dowry
Advertisement
Loading...

(GNS)કોલકાત્તા, ર૮ વર્ષની રીટા સરકાર નામની મહિલાએ થોડાક દિવસ પહેલા પોલીસમાં ફરીયાદ દાખલ કરી છે કે તેના પતિ બિશ્વજિતે બે વર્ષ પહેલા એપેન્ડિકસના ઓપરેશનના નામે તેની કિડની કાઢીને વેચી મારી હતી. પશ્ચિમ બંગાળની પોલીસે તેના પતિ અને દિવયરની ધરપકડ પણ કરી છે. રીટાનો આરોપ હતો કે તેના પતિએ તેની જાણ બહાર દગો કરીને કિડની કઢાવીને વેંચી મારી છે. જયારથી તેમના લગ્ન થયાં ત્યારથી તેનો પતિ પત્નીના પિયરિયા પાસેથી દહેજરૂપે બે લાખ રૂપિયાની ડિમાન્ડ કરી રહ્યો હતો.

રીટાના પિયરિયાએ માગણી પૂરી ન કરી શકયા હોવાથી કોઇ પણ રીતે દહેજની વસૂલી કરવા માટે બિશ્વજિતે આ પગલુ લીધું હોવાનું રીટાનું માનવું છે. બે વર્ષ પહેલા રીટાને અચાનક પેટમાં દુખાવો ઉપડયો હતો. એ વખતે તેનો પતિ તેને કલકત્તાની એક પ્રાઇવેટ નર્સિંગ હોમમાં લઇ ગયેલો. જયાં મારા પતિ અને ત્યાંના સ્ટાફે મને કહેલું કે એપેન્ડિકસમાં સોજો આવ્યો હોવાથી એ કઢાવવાની સર્જરીક રાવવી પડશે અને એ પછી સારૂ થઇ જશે, જોકે સર્જરી પછી તેની પીડા વધી એટલું જ નહીં, વધુ તીવ્ર થવા લાગી, પતિએ રીટાને ધમકી આપેલી કે પોતાની આ સર્જરી વિશે બીજા કોઇનેય કંઇ કહેવાનું નથી.

રીટા પેટની પીડા માટેની સારવાર માટે પતિને કરગરતી રહી, પણ પેલાએ કંઇ ધ્યાન આપ્યું. આખરે ત્રણ મહિના પહેલા તેના પિયરના કેટલાક સંબંધી રીટાને નોર્થ બેન્ગાલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઇ ગયા. એ વખતે તપાસમાં ડોકટરોને ખબર પડી કે તેની એક કિડની ગાયબ છે. રીટાનું કહેવું છે કે મને એ પછી તરત જ ખબર પડી ગઇ કે મારા પતિ શા માટે બે વર્ષ પહેલાની સર્જરી છાની રાખવાનું કહેતા હતાં. પત્નીના પિયરિયા દહેજ ન આપી શકયા એટલે તેણે પત્નીની કિડની વેચીને એ વસૂલી કરી લીધી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here