અન્ય સમાજ દ્વારા દલિત મહિલાની અંતિમયાત્રાને પસાર થતી અટકાવતા વિવાદ.

0
232
Controversy over preventing the passage of Dalit woman's funeral by other society
Advertisement
Loading...

(જી.એન.એસ)પંચમહાલ, પંચમહાલ જીલ્લાના કાલોલ પાસે આવેલા પીંગળી ગામે દલિત મહિલાની અંતિમયાત્રા દરમ્યાન વિવાદ થયો હતો. ગામના અન્ય સમાજ દ્વારા અંતિમયાત્રાને પોતાના વિસ્તારમાંથી પસાર થવા દેવા સામે વાંધો ઉઠાવાતા મોતનો મલાજો પણ જાળવ્યો ન હતો. અને દોઢ કલાક સુધી અંતિમયાત્રાને રોકી રાખી હતી. જેથી અંતિમયાત્રા લઇ જઈ રહેલા ડાઘુઓ નનામીને માર્ગની વચ્ચે મૂકી ધરણા ઉપર બેસી ગયા હતા. સામે પક્ષે અન્ય સમાજના લોકોએ અંતિમયાત્રા પસાર નહી થવા દેવાના નિર્ધાર સાથે નાકાબંધી કરી દીધી હતી. અંતિમવિધિ માટે નનામી પસાર થવા દેવા પોલીસને મધ્યસ્થી કરવી પડી હતી.

વાતચીતથી મામલાનો ઉકેલ ન આવતા પોલીસ દ્વારા વધુ કાફલો મંગાવી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને માર્ગ ખાલી કરાવવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે મહિલાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. પોલીસે આ મામલે ૧૨ લોકો સામે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે. સ્થિતિ વણસે નહીં તે માટે પીંગળી ગામમાં પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here