ચીન ૨૪ કલાકમાં ૫૦ હજારને રોજગાર આપે છે, મોદી ૪૫૦ને જઃ રાહુલ ગાંધી

0
163
China offers 50,000 jobs in 24 hours, Modi only 450 Rahul Gandhi
Advertisement
Loading...

(GNS) બેંગ્લુરુ, કર્ણાટકમાં ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ સોમવારે બેરોજગારીના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાની કોશિશ કરી. રાયચૂરની રેલીમાં તેમણે કહ્યું, “પીએમ મોદી કહે છે કે દર વર્ષે ૨ કરોડ યુવાનોને રોજગારી આપશે. ચીન માત્ર ૨૪ કલાકમાં ૫૦ હજાર લોકોને રોજગાર આપે છે, જ્યારે નરેન્દ્ર મોદી ૪૫૦ને જ આપી શકે છે. આ આપણા વડાપ્રધાનની સચ્ચાઇ છે.” આ પહેલા રાહુલ દરગાહ પર ગયા અને રોડ શૉ પણ કર્યો. કોંગ્રેસ લીડર્સ અને વર્કર્સની સાથે જમ્યા. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં આ જ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.

૧૧ ફેબ્રુઆરીએ રાહુલે નરેન્દ્ર મોદી પર વ્યંગ કર્યો, “મોદી એવા બેટ્‌સમેન છે જે વિકેટકીપરને જોઇને બેટિંગ કરે છે. તેમને એ જ નથી ખબર કે બોલ ક્યાંથી આવી રહ્યો છે?””જો સચિન તેંડુલકર વિકેટકીપર જોઇને બેટિંગ કરે તો શું તે એક રન પણ બનાવી શકે? આપણા વડાપ્રધાન એવા ક્રિકેટર છે જે બોલ નહીં વિકેટકીપર જોઇને રમી રહ્યા છે.”
એક અન્ય રેલીમાં તેમણે કહ્યું હતું, “મોદીજીનો કાર્યકાળ લગભઘ ખતમ થવાનો છે. તેમણે પોતાની સરકારની ઉપલબ્ધિઓ પર વાત કરવી જોઇએ.”

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here