છત્તીસગઢમાં સુરક્ષાબળોના જવાનોએ 14 નકસલીઓને કર્યા ઠાર

0
98
Advertisement
Loading...

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાબળોના જવાનોને મોટી સફળતા મળી છે. રાજ્યમાં નક્સલવાદીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા અભિયાન હેઠળ જવાનોએ સોમવારે ૧૪ નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

સુરક્ષાબળોના જવાનો દ્વારા આ એન્કાઉન્ટર સુકમાના કોન્ટા અને ગોલાપલ્લી પોલીસ લિમિટના વિસ્તારમાં કરવામાં આવ્યું છે. સિક્યોરિટી ફોર્સ દ્વારા ૧૪ નક્સલવાદીઓને ઠાર કરવાની સાથે ૧૬ હથિયારો અને ૪ IED પણ કબજે કર્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિસ્તારમાં ૨૦૦થી વધુ નક્સલવાદીઓ છુપાયા હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે, અને અત્યારે પણ પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગોલાપલ્લી અને કોન્ટા પોલીસ ક્ષેત્ર વચ્ચે અંદાજે ૧૦૦ નક્સલી મિટિંગ કરી રહ્યા છે. આ અંગેની સુચના મળતા જ સુરક્ષાબળોના જવાનોએ નક્સલીઓ પર હુમલો બોલ્યો હતો. આ એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા ૧૪ નક્સલીઓના મૃતદેહને પોલીસે જપ્ત કર્યા છે.

છત્તીસગઢના સુકમામાં કરાયેલું આ એન્કાઉન્ટર વર્ષની સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે. આ ઓપરેશનમાં DRG, STF અને CRPFના સંયુક્ત કાર્યવાહી દ્વારા પાર પાડવામાં આવી રહ્યું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here