બજેટથી નાખુશ ચંદ્રબાબુ એનડીએમાંથી છેડો ફાડવાના મુડમાં…?

0
174
Chandrababu is unhappy with the budget, in the mud of tear from NDA
Advertisement
Loading...

(જી.એન.એસ) હૈદરાબાદ,સામાન્ય બજેટમાં આંધ્ર પ્રદેશને ઉપેક્ષા અને અપેક્ષિત ફંડ નહીં મળતા ગિન્નાયેલ તેલુગુ દેશમ પર્ટી (ટીડીપી) એ સહયોગી ભાજપની વિરૂદ્ધ મોર્ચો ખોલી દીધો છે. પાર્ટીના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારના રોજ પાર્ટીની ઇમરજન્સી બેઠક બોલાવી છે. બીજીબાજુ પાર્ટીના એક સાંસદ એ ભાજપની વિરૂદ્ધ ‘વૉર’ છેડવાની જાહેરાત કરી દીધી.

નાયડુની બેઠકમાં એ નક્કી થશે કે કેન્દ્ર અને રાજ્યમાં એનડીએની સાથે ગઠબંધન ચાલુ રાખવું કે પછી તોડી દેવામાં આવે. પહેલાં જ ચંદ્રબાબુ નાયડુ એ સંકેત આપી ચૂકયા છે કે તેઓ એનડીએ સાથે દોસ્તી ખત્મ કરી શકે છે. ચંદ્રબાબુ નાયડુએ આ મીટિંગને લઇ દિલ્હીમાં ગુરૂવારના રોજ પોતાના સાંસદો સાથે ટેલિકોન્ફરન્સ દ્વારા વાતચીત કરી. રવિવારના રોજ ટીડીપીના સંસદીય બોર્ડની મીટિંગ પણ થવાની છે.

ટીડીપીના સાંસદ ટીજી વેંકટેશન એ શુક્રવારના રોજ કહ્યું કે અમે ભાજપની વિરૂદ્ધ વૉરની જાહેરાત કરવા જઇ રહ્યાં છે. અમારી પાસે ત્રણ જ વિકલ્પ છે. પહેલો કે એનડીએની સાથે બની રહેવું, બીજું અમારા સાંસદ રાજીનામું આપે અને ત્રીજું ગઠબંધનમાંથી બહાર નીકળી જવું. અમે રવિવારના રોજ સીએમ નાયડુની સાથે બેઠકમાં નિર્ણય કરીશું. આપને જણાવી દઇએ કે થોડાંક દિવસ પહેલાં જ એનડીએ અને ભાજપની જૂની સહયોગી શિવસેના એ પણ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી અલગ લડવાની જાહેરાત કરી દીધી છે.
થોડાંક દિવસ પહેલાં જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ એ એનડીએ પાસેથી અલગ રાહ પસંદ કરવાનો ઇશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં ભાજપના નેતા ટીડીપીની આલોચના કરી રહ્યાં છે. તેમને રોકવાની જવાબદારી કેન્દ્રીય નેતૃત્વની છે. તેમણે કહ્યું કે અમે બંને પક્ષ (ટીડીપી અને ભાજપ) મળીને રાજ્ય સરકાર ચલાવી રહ્યાં છીએ.

એવામાં એકબીજા પર ટિપ્પણી કરવી અનુચિત છે. અમે ગઠબંધન ધર્મ નિભાવી રહ્યા છીએ. ભાજપના નેતા સતત ટીડીપી સરકાર પર આંગળી ઉઠાવી રહ્યાં છે. જો તેમને અમારી જરૂર નથી તો અમને અલગ રસ્તો અખ્તિયાર કરી શકે છે.ઉલ્લેખનીય તાજેતરમાં જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એ અલગ ચૂંટણી લડવાના સમ ખાધા છે. હવે ટીડીપી એ દ્ગડ્ઢછ થી છેડો ફાડવાનો સંકેત આપ્યો છે. છેલ્લાં કેટલાંક સમયથી ટીડીપી અને ભાજપના સંબંધોમાં તણાવના સમાચાર પણ આવી રહ્યાં હતા. આ સિલસિલામાં નાયડુએ ૧૨મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. હવે તેમના અલગ થવાના સંકેતથી ૨૦૧૯ની ચૂંટણી વધુ દિલચસ્પ થવાની આશા વ્યક્ત કરાઇ રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here