૨૦૨૨ સુધીમાં જાતિવાદ, સંપ્રદાયવાદ, આતંકવાદ અને નકસલવાદ ખતમ કરાશે

0
78
Advertisement
Loading...

દિલ્હીમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપના આગેવાન અને ગૃહ મંત્રી રાજનાથસિંહે વિઝન ૨૦૨૨ રજૂ કર્યુ હતુ. જેમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાંથી ૨૦૨૨ સુધીમાં જાતિવાદ, સંપ્રદાયવાદ, આતંકવાદ અને નક્સલવાદ ખતમ કરાશે.

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ છે કે હાલમાં કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારીઓ સામે કરી રહેલી આકરી કાર્યવાહીથી તેઓ દેશ છોડીને ભાગી રહ્યા છે.

બેઠકમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન અંગે પણ ચર્ચા થઈ હતી. કાર્યકારિણીમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ઘુસણખોરો માટે દેશમાં કોઈ જગ્યા નથી. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી જો સિખ, બૌધ્ધ, ખ્રિસ્તી, હિન્દુ શરણાર્થીઓ દેશમાં આવશે તો તેમને મદદ કરાશે. રાજનાથસિંહે પત્રકારોને સંબોધિત કરતા કહ્યુ હતુ કે ન્યુ ઈન્ડિયાનુ સ્વપ્ન પુરુ થશે.

વિપક્ષ પાસે નથી કોઈ નેતા કે નથી કોઈ નીતિ, વિપક્ષ હતાશ છે અને એટલે જ નેગેટિવ પોલિટિક્સની રાજનીતિ કરી રહ્યો છે. ભાજપ ૧૫ રાજ્યોમાં ચૂંટણી જીત્યો છે અને ૨૦ રાજ્યોમાં સત્તા પર છે. જ્યારે કોંગ્રેસ ૩ રાજ્યોમાં જ સમેટાઈ ગઈ છે. હવે સત્તા મેળવવા માટે વિરોધી પાર્ટીઓ પરેશાન છે. વિપક્ષ પાસે મોદી જેવો કોઈ નેતા નથી. તેમનુ એક માત્ર લક્ષ્ય મોદીને રોકવાનુ છે.

આર્થિક પ્રસ્તાવ પર કહેવામાં આવ્યુ છે કે ચાર વર્ષ પહેલા બીમાર અર્થતત્ર વારસામાં મલ્યુ હતુ. જેમાં ધરમૂળથી મોદી સરકારે સુધારા કરીને આકાર પગલા ભર્યા છે. હવે અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યુ છે. જીડીપીમાં થયેલો વધારો તેનુ ઉદાહરણ છે. આંતરિક સુરક્ષા પર પસાર થયેલા પ્રસતાવમાં કહેવામાં આવ્યુ છે કે એનઆરસી થકી ઘૂસણખોરોને દેશમાંથી બહાર કઢાશે. જમ્મુ કાશ્મીરમાં આકરા પગલા ભરવાથી આતંકવાદ ઓછો થયો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here