૨૦૨૨ સુધી ભારતના દરેક પરિવાર પાસે પોતાનું પાક્કુ ઘર હશે : મોદી

0
130
Mopa: Prime Minister Narendra Modi addressing the gathering during foundation stone laying ceremony of Greenfield Airport in Mopa, Goa on Sunday. PTI Photo(PTI11_13_2016_000021B)
Advertisement
Loading...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ૨૦૨૨ સુધી ભારતના દરેક પરિવાર પાસે પોતાનું પાક્કુ ઘર હશે. માટે ગ્રામીણ વિસ્તારોમાં ૩ અને શહેરી વિસ્તારોમાં ૧ કરોડ ઘર બાંધવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. વડાપ્રધાને આંકડા સાથે દાવો કર્યો હતો કે, યૂપીએ સરકારના ૧૦ વર્ષની સરખામણઈમાં એનડીએ સરકારે ૪ વર્ષમાં મકાનોના નિર્માણ કાર્યમાં પ્રગતિ થઈ છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, ‘હાઉસિંગ ફોર ઑલ અમારૂ સપનું અને સંકલ્પ છે. કરોડો લોકોના દેશમાં આ સંકલ્પ પુરો કરવો સરળ નથી. આ એક મોટો પડકાર છે, પરંતુઉ ગરીબીની જીંદગી મને આ નિર્ણય લેવાની હિંમત આપી છે.

યૂપીએ સરકાર પર નિશાન તાકતા વડાપ્રધાને કહ્યું છે કે, પહેલા પરિવાર અને વ્યક્તિનાના નામે યોજનાઓ ચલાવવામાં આવી જેમાં લોકોનું હિત ઓછું અને રાજનીતિ ચમકાવવાનો પ્રયાસ વધુ કરવામાં આવ્યો. ૨૦૨૨ સુધી ગ્રામીણ વિસ્તારમાં ૩ કરોડ અને શહેરી વિસ્તારમાં ૧ કરોડ મકાન બનાવવામાં આવશે. આટલા મોટા લક્ષ્યાંક માટે બજેટ પણ મોટું હોવું જોઈએ. પહેલા અમે બજેટ અનુંસાર લક્ષ્ય બનાવતા હતાં પણ હવે પહેલા લક્ષ્ય નક્કી કરીએ છીએ અને ત્યાર બાદ બજેટ બનાવીએ છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે, અગાઉની સરકારોએ ૧૦ વર્ષમાં માત્ર ૧૩ લાખ ઘરોને જ મંજૂરી આપી શકી. જ્યારે એનડીએ સરકારે છેલ્લા ૪ જ વર્ષમાં ૪૭.૫ લાખ ઘરોને મંજૂરી આપી. અગાઉની સરકારે છેલ્લા ૪ વર્ષમાં લગભગ ૨૫.૫૧ લાખ ઘરો બનાવ્યાં હતાં. જ્યારે અમારી સરકારે છેલ્લા ચાર જ વર્ષમાં ૧.૦૭ કરોડ ઘર બાંધ્યા, એટલે કે, ૩૨૮ ટકાનો ઝડપ આવી. પહેલા મકાન બનવામાં ૧૮ મહિનાનો સમય લાગતો હતો જે હવે ઘટીને ૧૨ મહિના થઈ ગયો છે.

અગાઉ ગામડામાં મકાન માટે ન્યૂનતમ ક્ષેત્ર ૨૦ ગર્વમીટર હતું, જેને અમારી સરકારે વધારીને ૨૫ વર્ગમીટર કરી દીધું. પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૭૦-૭૫ હજાર રૂપિયા આપવામાં આવતાં હતાં, અમે તે રકમ વધારીને ૧.૨૫ હજાર રૂપિયા કરી નાખી છે. અત્યારે શૌચાલય બાંધવા માટે ૧૨ હજાર રૂપિયા આપવામાં આવે છે. જે પહેલા વચેટીયાઓ જ ચાંઉ કરી જતાં હતાં. ડીબીટી દ્વારા લાભાર્થીઓના ખાતામાં જ પૈસા પહોંચી જાય છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોકસ અમે સમાજના એક નબળા વર્ગ અને મહિલાઓ પર કર્યું છે. દલિત, પછાત, આદિવાસી અને દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અમે જમીન સાથે જોડાયેલા લોકો છીએ અને સામાન્ય માનવીની પીડાને પણ સારી રીતે સમજીયે છીએ. અને એટલે જ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here