BSF ની 35 ચોકીઓ PAKના નિશાના પર, ભારતે વળતો આપ્યો જડતાબોડ જવાબ

0
187
Advertisement
Loading...

ઇન્ટરનેશનલ બોર્ડર પર હજુ પણ થોડીક-થોડીક વારે પાકિસ્તાનની તરફથી ફાયરિંગ ચાલુ છે. જ્યારે કેટલાંય વિસ્તારોમાં સીઝફાયર તોડવા પર ભારત પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. જવાબી કાર્યવાહી જવાનોએ પાકિસ્તાની સેનાની કેટલીય ચોકીઓને તબાહ કરી દીધી છે.       સરહદ પર પાકિસ્તાન એ બીએસએફની 35 ચોકીઓને નિશાન બનાવી છે. પાકિસ્તાની રેન્જર્સ ભારતીય જવાન અને નાગરિકો પર મોર્ટાર દાગી રહ્યાં છે. શુક્રવારના રોજ 19 જાન્યુઆરીની રાત્રે પાકિસ્તાનની તરફથી અરનિયા, સુચેતગઢ, આરએસ પૂરા, પર્ગવાલ, કાનાચક અને અખનૂરના ઘરખાલ વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરાયું.

પાકિસ્તાનને પણ ભારે નુકસાન
જમ્મુના કાનાચક વિસ્તારમાં એક નાગરિક ઘાયલ થયાના સમાચાર મળ્યા છે. જવાબી કાર્યવાહી કરતાં ભારતીય સેનાએ સાંબા, આરએસપુરા અને હીરાનગર સેકટર પર પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચ્યું છે. સૂત્રોએ કહ્યું કે સરહદ પાર શકરગઢ અને સિયાલકોટ વિસ્તારમાં આઠ પાકિસ્તાની નાગરિક અને રેન્જર્સ માર્યા ગયા છે.

ઓફિસરોને એલર્ટ રહેવાનો આદેશ
પાકિસ્તાન તરફથી મોર્ટાર અને ગોળામાં અત્યાર સુધીમાં 2 નાગરિકોના જીવ જઇ ચૂકયા છે. ત્રણ દિવસમાં ત્રણ ભારતીય જવાન પણ શહીદ થઇ ચૂકયા છે. પાકિસ્તાનની હરકતોને ધ્યાનમાં રાખતા ઇન્ટરનેશનલ બોર્ડર પર 5 કિલોમીટરના દાયરામાં તમામ સ્કૂલ-કોલેજ બંધ કરી દેવાઇ છે. એલઓસી પર તૈનાત સિવિલ ઓફિસરોને એલર્ટ રહેવાનો આદેશ અપાયો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here