બાળકના રડવાથી ભારતીય પરિવારને લંડનની ફ્લાઇટમાંથી ઉતારી દેવાયો

0
73
Advertisement
Loading...

એક ભારતીય પરિવારે આરોપ લગાવ્યો છે કે યૂરોપની એક પ્રખ્યાત એરલાઈન્સ પર રંગભેદ અને અભદ્ર વ્યવહાર કરાયાનો આરોપ લગાવ્યો છે. પરિવારનો આરોપ છે કે તેમનાં ત્રણ વર્ષનો દીકરો ફ્લાઈટમાં રડતો હોવાનાં કારણે એરલાઈન્સે તેમને ફ્લાઈટમાંથી ઉતારી દીધા હતાં. પરિવારે જણાવ્યું છે કે બાળક જ્યારે રડતું હતું અને તેની માતા તેને શાંત કરવાની કોશિશ કરી રહી હતાં ત્યારે જ કેબિન ક્રૂનાં એક સભ્યએ આવીને ખૂબ જ ખરાબ વર્તન કરીને તેમને વિમાનમાંથી ઉતારી દેવાયા.

પરિવારનો આરોપ છે કે, જ્યારે બાળકની માતા બાળકને શાંત કરી રહી હતી ત્યારે જ ક્રૂનાં મેમ્બરે ત્યાં આવીને બાળકને શાંત કરાવવાની જગ્યાએ તેને ડરાવવા અને ધમકાવવા લાગ્યા જેથી બાળક વધારે ને વધારે રડવા લાગ્યું. આ ઘટના ફ્લાઈટ ટેક ઑફનાં સમયની છે. આટલું ઓછું હોય તેમ ફ્લાઈટનાં અન્ય ભારતીયોએ આ પરિવાર અને બાળકની મદદ કરવા આવ્યા તેમને પણ ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યાં.

કથિત રીતે રંગભેદની આ અપમાનજનક ઘટના બ્રિટિશ એરવેઝની લંડન-બર્લિનની ફ્લાઈટ (બીએ ૮૪૯૫)માં ઘટી છે. ઘટના ૨૩ જુલાઈએ ૧૯૮૪ની બેચના એક ભારતીય એન્જિનિયરિંગ સર્વિસના અધિકારી સાથે બની છે. અધિકારી હાલ રોડ ટ્રાંસપોર્ટ મંત્રાલયમાં ફરજ બજાવે છે. જોઈન્ટ સેક્રેટરી લેવલના અધિકારીએ આ ઘટનાની ફરિયાદ ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુને કરી છે. તેમણે ફરિયાદ કરતાં કહ્યું, તેમને રંગભેદ અને દુર્વ્યવહારનો સામનો કરવો પડયો.બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ કહ્યું કે,આ પ્રકારના આરોપોને અમે ગંભીરતાથી લઈએ છીએ. આવા વ્યવહારને અમે કોઈપણ રીતે ચલાવી નહીં લઈએ. કોઈપણ સ્થિતિમાં યાત્રીઓ સાથે દુર્વ્યવહાર સાંખી નહીં લેવાય. અમે અમારા કસ્ટમરના સંપર્કમાં છીએ અને આ ઘટનાની તપાસ શરૃ કરી દીધી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here