ખંડેરમાં હતા યુવક-યુવતી, પકડાયા તો બોલ્યા- પ્લીઝ વીડિયો

0
1214
Advertisement
Loading...

જાખલની સરકારી હોસ્પિટલના ખંડેર જેવા રૂમોમાં છુપાઇને મળી રહેલા યુવક અને યુવતીને કર્મચારીઓએ આપત્તિજનક હાલતમાં પકડી લીધા. કર્મચારીઓએ બંનેને માર્યા અને તેમનો વીડિયો પણ બનાવ્યો. જ્યારે લોકો તેમનો વીડિયો બનાવવા લાગ્યા તો બંનેએ રડતા-રડતા કહ્યું કે પ્લીઝ વીડિયો ન બનાવો. જોકે તે પછી બંને ભાગી ગયા. યુવક પોતાની મોટરસાયકલ અને કાગળિયા છોડીને ફરાર થયો છે. સ્વાસ્થ્ય વિભાગે પોલીસને સૂચના આપી દીધી છે.

– સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર જાખલના પ્રભારી સુશીલ કુમારે જણાવ્યું કે તેમને છેલ્લા ઘણા દિવસોથી જાણકારી મળી રહી હતી કે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના ખાલી પડેલા ખંડેર જેવા રૂમોમાં કેટલાંક યુવક-યુવતીઓ જોવા મળી રહ્યા છે.

– તેમણે ત્યાં સ્ટાફની ડ્યૂટી લગાવી તો એર યુવક અને યુવતી રંગરલિયા મનાવતા પકડાઇ ગયા. બંને જણા પંજાબનો નંબર ધરાવતી એક બાઇક પર બેઠા હતા.

– પકડાઇ જવા પર તેઓ ભાગવા લાગ્યા તો સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓએ તેમને માર્યા અને તેમનો વીડિયો બનાવી લીધો.

– ત્યારબાદ બંને ત્યાંથી ફરાર થઇ ગયા. યુવકની બાઇક અને તેમાં રાખેલા કાગળિયા પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસને કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપવામાં આવશે.

વીડિયો ન બનાવવા વિનંતી કરતો યુવક

જાણકારી આપતા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર જાખલના પ્રભારી સુશીલ કુમાર

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here