લોકસભામાં નીતિશકુમાર વગર ભાજપની જીત સરળ નહીં રહે : સંજય સિંહ

0
98
Advertisement
Loading...

લોકસભા ચૂંટણી પહેલા ભાજપને વધુ એક ફટકો પડી શકે છે. બિહારમાં ભાજપની સાથે ગઠબંધનની સરકાર ચલાવી રહેલા નિતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડે કહી દીધું છે કે, ભાજપ જનતા દળ યુનાઇટેડના સમર્થન વગર લોકસભા ચૂંટણી નહીં જીતી શકે. બિહારમાં ટિકિટ વહેંચણી પર બંને પાર્ટીઓ વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે, તેવામાં જેડીયુ નેતા સંજય સિંહે કહ્યું છે કે, ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ઘણો ફરક છે અને ભાજપને ખબર છે કે, નિતીશ કુમાર વગર તેમની જીત સરળ નહીં રહે.

ઉલ્લેખનીય છે કે, જેડીયુ અને ભાજપ વચ્ચે વાત બની નથી રહી. જેડીયુ જ્યાં ૨૫ સીટોની માંગ કરી રહી છે, તો બીજી બાજુ ભાજપ ૨૨ સીટોથી ઓછી સીટો પર લડવા માટે તૈયાર નથી. ૨૦૧૯ લોકસભા અને ૨૦૨૦ બિહાર વિધાનસભા ચૂંટણી માટે દરેક પાર્ટીની સીટોની હિસ્સેદારી નક્કી થઈ શકે તે માટે જેડીયુ એનડીએના અન્ય દળો વચ્ચે પણ સમજૂતી થાય તેવી આશા લગાવી છે.

પરંતુ નેતાઓના હાવ-ભાવ અને સ્ટેટમેન્ટોથી અસહમતિ જાહેર થઈ રહી છે. હવે ત્નડ્ઢેંના નેતાએ પોતાના નિવેદનથી સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ કોઈ પણ મુદ્દે નબળા પડવાના નથી. સંજય સિંહે તો ત્યાં સુધી કહી દીધું છે કે, જો ભાજપને જેડીયુના ગઠબંધનની જરૂર ન હોય તો તે ૪૦ સીટો પર એકલા ચૂંટણી લડી શકે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here