ભાજપના નેતાએ ટોલટેક્સના કર્મીને ઢીબી નાખ્યો.

0
151
BJP leader laid the burden of toll tax
Advertisement
Loading...

ઉદેપુર,રાજસ્થાનના બાસવાડા જિલ્લામાં ભાજપના મંત્રી જીતમાલ ખાંટે ટોલટેક્સ પર કર્મચારી સાથે મારામારી કરી છે. ઉદેપુર રોડ પર આવેલા બડલિયા ટોલટેક્સની કેબિનમાં ઘુસીને નેતાએ પોતાના સમર્થકો સાથે મારામારી કરી છે.આ ઘટના સર્જાતા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જીતમાલ ખાંટ કર્મચારીને માર મારતો દેખાઈ રહ્યો છે અને તેની સાથે સમર્થકો પણ કર્મચારીને માર મારી રહ્યા છે. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી.ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે ત્યારે જાહેરમાં લુખ્ખાગીરી કરતા નેતાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.જો કે આ ઘટનાને પગલે કર્મચારીને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here