ભાજપને પારિકરની તબિયતની નહીં, સત્તાની ચિંતા : શિવસેના

0
67
Advertisement
Loading...

ગોવાના કપરા સમયમાં બીજેપીએ મનોહર પારિકરને જ સીએમ પદે રાખવાની જાહેરાત કરી હતી. મનોહર પારિકર હાલમાં લાંબી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને દિલ્હીની એમ્સ ખાતે સારવાર લઇ રહ્યા છે. બીજેપીના નિર્ણયને ક્રુર અને અમાનવીય રાજનીતિ ગણાવતા શિવસેનાએ તેની પર આકરા પ્રહાર કર્યા હતા.

શિવસેનાએ જણાવ્યું હતું કે બીજેપીને રાજ્યમાં સત્તા ખોવાનો ડર સતાવી રહ્યો છે તેથી જ આ પગલું ઉઠાવ્યું છે. મનોહરની ગેરહાજરીમાં ગોવામાં અરાજકતાનો માહોલ છે પરંતુ બીજેપી પાસે કોઇ યોગ્ય વિકલ્પ ન હોવાથી આ સ્થિતિ માટે કોઇ પણ ફેરફાર નથી કરી રહી.

શિવસેનાએ તેના મુખપત્ર *સામના*ના તંત્રી લેખમાં જણાવ્યું હતું કે પારિકર હાલ ગોવામાં નથી. દિલ્હીની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. સીએમની ગેરહાજરીમાં ગોવાનું પ્રશાસન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત છે. શિવસેનાએ બીજેપી પર આક્ષેપ કર્યો હતો કે પારિકરને સીએમ બનાવી રાખવા રાજ્ય પર જ નહી પરંતુ તેમની પર પણ અત્યાચાર છે. તેમને બળપૂર્વક સીએમ પદે રાખવા ક્રુર અને અમાનવીય રાજનીતિ છે.

બીજેપી પારિકરના નામે સમય પસાર કરવા માંગે છે કારણ કે તે લોકસભા ચૂંટણી પહેલા કોઇ પણ પ્રકારનું જોખમ ખેડવા માંગતી નથી. શિવસેનાએ જણાવ્યું કે ગોવાના સીએમની તંદુરસ્તી માટે તણાવ સારી બાબત નથી પરંતુ બીજેપી હાઇકમાન્ડને આ બાબત કોણ સમજાવે? તેમને તો પારિકરથી વધારે રાજ્યમાં સત્તા ખોવાનો ડર સતાવી રહ્યો છે. બીજેપીનું લક્ષ્ય છે કે જીતના નક્શામાં ગોવા યથાવત રહેવું જોઇએ.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here