રસ્તા વચ્ચે જ ફસાઈ વિશ્વની સૌથી ઊંચી હનુમાનની મૂર્તિ, જાણો કેમ

0
142
Advertisement
Loading...

કર્ણાટકમાં ચૂંટણી આચાર સંહિના ઉલ્લંઘનના કારણે હનુમાનની એક વિશાળ મૂર્તિને રસ્તામાં જ રોકી દેવામાં આવી હતી. ચૂંટણી પંચના હસ્તક્ષેપ બાદ 15 કલાક પછી મામલો ઉકેલી શકાયો હતો.

હનુમાનજીની 62 ફૂટ લાંબી અને 750 ટનની પ્રતિમા બનાવનારા શ્રીરામ ચૈતન્ય વર્ધિની ટ્રસ્ટના ટ્રસ્ટી મુનીરાજુના જણાવ્યા મુજબ અડધી બનેલી મૂર્તિ પૂર્વ બેંગલુરુન કોલારથી કચારાકનાહલ્લી તરફ થઈ રહી હતી. આ દરમિયાન સોમવારે રાતે મૂર્તિને પોલીસે એનએચ-48 પાસે કથિત રીતે રોકી લીધી. પોલીસે રાજ્યમાં ચૂંટણી આચાર સંહિતા હોવાનું જણાવીને તેને રસ્તા વચ્ચે જ થોભાવી દીધી.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ટ્રસ્ટ વતી હનુમાનની મૂર્તિ લઈ જવાની મંજૂરી લેવામાં આવી નહોતી. તેથી સોમવારે પોલીસને મૂર્તિને લઈ જઈ રહેલા 300 પૈડાંવાળા વાહનને રોકી લીધું હતું. આખે ચૂંટણી પંચના હસ્તક્ષેપ બાદ 15 કલાક પછી મૂર્તિને મંગળવારે બપોરે ત્યાંથી આગળ વધવા દેવામાં આવી હતી.

ટ્રસ્ટી મુનીરાજુએ આ મામલે કેબિનેટ મંત્રી જી જોર્જ પર આરોપ લગાવતાં કહ્યું કે, આ મૂર્તિ સર્વજ્ઞનગરમાં સ્થાપવામાં આવશે. આ વિસ્તાર જોર્જનો વિધાનસભા એરિયા છે. મંત્રીએ જાણી જોઈને આચાર સંહિતાનો ઉલ્લેખ કરી હનુમાનની મૂર્તિને રસ્તામાં થોભાવી દીધી. જોકે મંત્રીએ આરોપો નકારી કાઢ્યા હતા.

62 ફૂટની આ મૂર્તિ હસન જિલ્લાના શ્રવણબેલગોલામાં સ્થાપિત ગોમતેશ્વરની પ્રતિમા (57 ફૂટ)થી પણ ઊંચી છે અને વિશ્વમાં સૌથી ઊંચી હનુમાન મૂર્તિ હશે. મૂર્તિ રોકવાથી નેશનલ હાઇવે પર અનેક કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here