ઉપવાસ પહેલા કોંગ્રેસી નેતાઓએ ખાધા છોલે-ભટુરે! ફોટો થયો વાયરલ

0
137
Advertisement
Loading...

દેશભરમાં દલિતો પર કથિત અત્યાચારોની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં ઉપવાસ રાખી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજઘાટ પર ઉપવાસ પર બેઠા. પરંતુ આ દરમિયાન એક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. બીજેપી નેતા હરીશ ખુરાનાએ એક તસવીર પોસ્ટ કરી છે જેમાં કોંગ્રેસી નેતા અજય માકન, હારૂન યુસુફ, અરવિંદર સિંહ લવલી છોલે-ભટૂરે ખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હરીશ ખુરાના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા મદનલાલ ખુરાનાના દીકરા છે.

– હરીશ ખુરાનાએ ટ્વિટ કરીને લખ્યું કે કોંગ્રેસના નેતાઓએ લોકોને રાજઘાટ ખાતે ઉપવાસ માટે બોલાવ્યા છે. પોતે એક રેસ્ટોરાંમાં બેસી છોલે-ભટૂરેનો સ્વાદ માણી રહ્યા છે. સાચું મૂરખ બનાવે છે.

– હરીશ ખુરાનાએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, આ તસવીર કોંગ્રેસના ડબલ સ્ટાન્ડર્ડને છતી કરે છે. એક તરફ તેઓ ઉપવાસ રાખી રહ્યા છે, અને બીજી તરફ તેઓ રેસ્ટોરાંમાં ભોજન લઈ રહ્યા છે. તસવીર સાચી છે. તેઓ તેનો અસ્વીકાર કરે છે તેની રાહ જોઈએ.

– દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ પણ હરીશ ખુરાનાની આ ટ્વિટને રિટ્વિટ કર્યું. તેમણે લખ્યું કે ઉપવાસ કે ઉપહાસ. 3 કલાક પણ ખાધા વગર નથી રહી શકતા.

– તસવીર વાયરલ થયા બાદ લવલીએ મીડિયા સાથે વાત કરી હતી.

– તેમણે કહ્યું કે, તસવીર સવારના 8 વાગ્યા પહેલાની છે. આ એક પ્રતીકાત્મક ઉપવાસ હતો જે સવારના 10.30 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી હતો. તે આમરણાંત ઉપવાસ નહોતો.

– તેમણે વધુમાં કહ્યું કે, બીજેપી સાથે આ જ તકલીફ છે, દેશને વ્યવસ્થિત રીતે ચલાવવા કરતા તેઓ એ બાબતનું ધ્યાન રાખે છે કે અમે શું ખાઈ રહ્યા છીએ.

– ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા આયોજીત ઉપવાસની સાથે બીજો વિવાદ પણ જોડાયો છે.

– આ પહેલા શીખ તોફાનોના આરોપી કોંગ્રેસી નેતા જગદીશ ટાઇટલર, સજ્જન કુમાર રાજઘાટ પહોંચવા પર વિવાદ થયો હતો.

– રાહુલ ઉ૫વાસવાળા સ્થળે પહોંચે તે પહેલા જ વિવાદ થયો હતો. મળતી માહિતી મુજબ જેવા ટાઇટલર ત્યાં પહોંચ્યા તો અજય માકને તેમના કાનમાં કંઈક કહ્યું બાદમાં તેઓએ સ્થળ છોડી દીધું.

– ઉલ્લેખનીય છે કે, જગદીશ ટાઇટલર અને સજ્જન કુમાર 1984માં થયેલા શીખ તોફાનોના આરોપી છે. જોકે, જગદીશ ટાઇટલરે કહ્યું કે તે ક્યાંય નથી જતા પરંતુ જનતાની વચ્ચે જઈને બેસશે

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here