ઓહો..મહારાષ્ટ્રમાં રોજના ૬૪૦ વિદ્યાર્થી શાળા છોડે છે!

0
166
Around 640 students leave school every day in Maharashtra
Advertisement
Loading...

(GNS) મુંબઈ,ગરીબીને કારણે રાજ્યમાં પહેલાથી આઠમાં ધોરણ સુધીનું શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓ પૈકી દરરોજ ૬૪૦ વિદ્યાર્થી શાળા છોડીને જાય છે. મરાઠવાડમાં સૌથી વધુ વિદ્યાર્થી શાળા છોડીને જાય છે. વિદ્યાર્થીઓનો સૌથી વધુ ઘટાડો નાંદેડ જિલ્લામાં થાય છે અને ત્યારબાદ જાલના, પરભણી, હિંગોલી, ઉસ્માનાબાદ અને વિદર્ભના ગઢચિરોલી, યવતમાળ જિલ્લાનો સમાવેશ થાય છે. શિક્ષણ વિભાગના આંકડા અનુસાર છેલ્લા બે વર્ષમાં દરરોજ ૬૪૦ પ્રમાણે કુલ ૨.૩૪ લાખ વિદ્યાર્થીએ કાયમ માટે શાળા છોડી હોવાની ચિંતાજનક માહિતી મળી છે.

રાજ્યની સરકારી, અનુદાનિત શાળામાં વર્ષ ૨૦૧૫-૧૬માં પહેલાથી આઠમાં ધોરણમાં એક કરોડ ૬૦ લાખ ૪૩ હજાર ૭૭૫ વિદ્યાર્થી શિક્ષણ લેતા હતા. તે પૈકી પહેલાથી આઠમાં ધોરણ દરમિયાન બે લાખ ૩૪ હજાર ૪૩ (૧.૪૫ ટકા) વિદ્યાર્થીએ ગરીબી, સ્થળાંતર વગેરે કારણને લઇને શાળા છોડી છે. બે વર્ષમાં શાળા છોડીને ગયેલા ૨ લાખ ૩૪ હજાર ૪૩ વિદ્યાર્થી પૈકી મરાઠવાડના એક લાખ ૧૩ હજાર ૬૬૭ (૪૮.૫૬ ટકા) વિદ્યાર્થી છે, જયારે વિદર્ભના ૫૧, ૪૨૭ (૨૧.૯૭ ટકા) અને બાકીના મહારાષ્ટ્રમાંથી ૬૮, ૯૪૯ (૨૯.૪૫ ટકા) વિદ્યાર્થી શાળા છોડીને ગયા હોવાની માહિતી સામે આવી છે.

રાજ્યમાં બાળકને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો લાગુ હોવા છતાં આટલી મોટી સંખ્યામાં પહેલાથી આઠમાં ધોરણ સુધીના વિદ્યાર્થી શાળા છોડીને જાય તે ચિંતાજનક છે. શિક્ષણનો હક કાયદા અનુસાર રાજ્યમાં છથી ૧૪ વર્ષની ઉંમરના બાળકોને શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે, પરંતુ તે પ્રત્યે સરકાર દુર્લક્ષ કરતી હોવાથી વિદ્યાર્થીઓ વચ્ચેથી જ શાળા છોડીને જતા હોવાનું પ્રમાણ વધ્યું છે.

તેમ જ રાજ્યમાં હજુ એવા ઘણા બાળકો છે જે શિક્ષણથી વંચિત છે. તેમને શિક્ષણ આપવામાં સરકાર નિષ્ફળ ગઇ છે. રાજ્યમાં અંદાજે આઠ લાખથી વધુ બાળકો શિક્ષણથી વંચિત છે, તેમને છેલ્લાં બે વર્ષમાં શિક્ષણનો હક મેળવી આપવામાં આવ્યો નથી. ગરીબી એ અધવચ્ચેથી શાળા છોડવા પાછળનું કારણ દર્શાવવામાં આવ્યું હોય છતાં તે સત્ય નથી, જે બાળકો શાળા છોડીને જાય છે તેમને પ્રાથમિક સ્તરથી જ લેખન-વાંચન કરતા આવડતું નથી આ સાચું કારણ છે, તેથી શૈક્ષણિક ગુણવત્તા સુધારવાની અને સાતમા ધોરણ બાદ શાળા ઉપલબ્ધ કરાવી આપવી એ જ ઉપાય હોવાનું શિક્ષણ નિષ્ણાતે જણાવ્યું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here