અનુપ્રિયા પટેલે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રની ગતિવિધિઓની સમીક્ષા કરી

0
203
Advertisement
Loading...

(PIB-Ahmedabad) સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી)ની ગતિવિધિઓની સમીક્ષા કરી અને રોગ નિયંત્રણ, સ્વાસ્થ્ય સ્થિતિનું નિરીક્ષણ, જન જાગૃતિ, જન સ્વાસ્થ્ય કામગીરી અને જન સ્વાસ્થ્ય નિયમોને લાગુ કરવાના સંબંધમાં આવશ્યક નિર્દેશ જારી કર્યા. તેમણે રોગચાળા વિજ્ઞાન તેમજ રોગ નિયંત્રણ પરિસરની પણ મુલાકાત કરી અને ઈન્ડિયા એપીડેમિક ઈન્ટેલિજન્સ સર્વિસના (ઈઆઈએસ) અધિકારીઓ સાથે વાતચીત કરી.

આ અધિકારીઓને વિશ્વ સ્વાસ્થ્ય સુરક્ષા એજન્ડા અંતર્ગત સીડીસી એટલાન્ટાના સહયોગથી એનસીડીસીમાં બે વર્ષનું પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. વ્યૂહાત્મક સ્વાસ્થ્ય સંચાલન કેન્દ્રની મુલાકાત સમયે શ્રીમતી પટેલે રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશ રાજ્યોની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા H1N1ની સ્થિતિની માહિતી મેળવી હતી.

એનસીડીસીમાં પોતાના સંબોધન દરમિયાન શ્રીમતી પટેલે સંસ્થા દ્વારા કરાયેલા કાર્યોની પ્રશંસા કરી. તેમણે સંસ્થાની ઉપલબ્ધિઓ અને તેના વિકાસ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયને સંસ્થા પાસેથી ઘણી આશાઓ છે. તેમણે જણાવ્યું કે એનસીડીસી પરિસરના વિકાસ માટે બજેટમાં 382 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે, જેનાથી એ ખબર પડે છે કે આ સંસ્થા પ્રત્યે સરકાર કેટલી ગંભીર છે. તેમણે નીતિ આયોગના વિઝન દસ્તાવેજ (2017-18 થી 2019-20)નો ઉલ્લેખ કરતા કહ્યું કે એનસીડીસી રોગ દેખરેખ, સ્વાસ્થ્ય સ્થિતિનું નિરીક્ષણ, જન જાગૃતિ, જન સ્વાસ્થ્ય કામગીરી અને જન સ્વાસ્થ્ય નિયમોને લાગુ કરવાના સંબંધમાં મહત્વપૂર્ણ કાર્ય કરવા યોગ્ય છે.

તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 2017માં રોગચાળો રોકવા વગેરેના સંબંધમાં લક્ષ્ય નિર્ધારિત કરાયેલા છે અને એનસીડીસી આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. શ્રીમતી પટેલે માનનીય પ્રધાનમંત્રીના વિઝનનો ઉલ્લેખ કરતા કહ્યું કે એનસીડીસીને મંત્રાલયનું પૂર્ણ સમર્થન મળશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here