૧૧ વર્ષની બાળકીની આંખોમાંથી નિકળે છે કિડીઓ, ડોક્ટરો પણ અચંભામાં.

0
243
ants-is-coming-out-of-the-eyes-of-an-11-year-old-girl-doctors-also-wonder
Advertisement
Loading...

બેંગ્લુરુ, કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક ૧૧ વર્ષની છોકરીની ડાબી આંખમાંથી સતત મરી ગયેલી કીડીઓ નીકળી રહી છે. ૧૧ વર્ષની છોકરી સતત છેલ્લા ૧૦ દિવસથી આ વિચિત્ર બિમારીથી પીડીત છે. આ વિચિત્ર બિમારીથી તબીબો પોતે પણ હેરાન છે.

૧૧ વર્ષની અશ્વિનીની આંખમાંથી અત્યાર સુધી ૬૦ કીડીઓ નીકળી છે. એક મળતાં અહેવાલ મુજબ દક્ષિણ કન્નડ જિલ્લાના વેનુરુ પાસે આવેલ એક ગામડામાં રહેલી અશ્વિનીની આંખમાંથી થોડા સમય પહેલા મરી ગયેલી કીડીઓ નિકળવા લાગી હતી. જેને લઇને અશ્વિનીને આંખની અંદર ઘણું દર્દ તેમજ જલનની સમસ્યા થવા લાગી હતી.આંખોમાંથી સતત પાણી બહાર આવતું હતું. આ બિમારીથી પરેશાન માતા-પિતા પ્રથમ અશ્વિનીને લઇને પહેલા એક જ્યોતિષ પાસે લઇ ગયા હતા. જ્યોતિષીએ જણાવ્યું કે આ છોકરીના પરિવારને નાગદોષ છે. તેના કારણે છોકરીની આંખમાંથી મરી ગયેલી કીડીઓ નિકળી રહી છે. અશ્વિની નલિનગરી સરકારી સ્કૂલમાં ૫માં ધોરણમાં ભણે છે.

તો બીજી તરફ તબીબોનું કહેવું છે કે જ્યારે અશ્વિની સુઇ જાય છે ત્યારે કીડીઓ તેના કાનમાં ઘૂંસી જાય છે અને ત્યારબાદ આંખમાંથી નીકળી રહી છે. જો કે તબીબી દ્વારા તેની આંખમાં ડ્રોપ નાંખવા છતાં હાલમાં આ સમસ્યામાંથી કોઇ રાહત મળી રહી નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here