રીસાયેલાઓને મનાવવાના પ્રયાસો,આજે અમિત શાહ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે

0
85
Advertisement
Loading...

2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીની સામે હવે પોતાના નારાજ થયેલાં સાથીદારોને મનાવવાના પડકાર છે. આ કડીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ બુધવારે મુંબઈમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. હાલમાં જ થયેલી પાલઘર પેટાચૂંટણીમાં શિવસેના-ભાજપે એકબીજા વિરૂદ્ધ ચૂંટણી લડ્યા હતા જે બાદ બંને નેતાઓની આ પહેલી મુલાકાત છે.

છેલ્લા ઘણા સમયથી શિવસેના અને બીજેપીના સંબંધ વણસી રહ્યા છે. શિવસેનાના નેતાઓ સતત બીજેપી અને મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. આ સ્થિતિમાં અમિત શાહે નારાજ સાથી પક્ષોને ફરીથી મનાવવાની કોશિશ શરૂ કરી દીધી છે.

પેટા ચૂંટણીઓમાં સતત હારનો સામનો કરી રહેલી બીજેપી સામે સાથી પક્ષોને જાળવી રાખવાનો મોટો પડકાર છે. શિવસેના બાદ બિહારમાં નીતિશ કુમારની જેડીયુ, રામવિલાસ પાસવાન સહિત અન્ય પાર્ટીઓના આવેલા નિવેદનો ભાજપ માટે ચિંતાનો વિષય છે.

શિવસેના આગામી ચૂંટણી બીજેપી સાથે નહીં લડે તેમ સતત કહી રહ્યું છે. પાલઘર પેટા ચૂંટણી તેનું જ એક ઉદાહરણ હતું. બીજેપી પણ શિવસેનાને તેની સાથે છેડો ફાડવા દેવા માંગતું નથી. 48 લોકસભા સીટવાળા મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધન 42 સીટ જીત્યું હતું. (જી.એન.એસ.)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here