આંબેડકર પણ માત્ર ૧૦ વર્ષ સુધી જ અનામત ઇચ્છતા હતાં

0
42
Advertisement
Loading...

લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, શું શિક્ષણ અને નોકરિયોમાં હંમેશા માટે અનામત આપવું યોગ્ય છે? તેમણે કહ્યું કે, *બીઆર આંબેડકર પણ માત્ર ૧૦ વર્ષ માટે જ અનામત ઇચ્છતા હતા. દેશને આગળ વધારવા અને સમાજિક સમરસતા માટે તેમણે બીઆર આંબડકરના પદચિહ્નો ઉપર ચાલવાનું આહવાન કરતા કહ્યું હતું કે,જ્યાં સુધી આપણે દેશભક્તિની ભાવનાને આગળ નહીં વધારીએ ત્યાં સુધી દેશનો વિકાસ સંભવ નથી.

રાંચીમાં આયોજીત ચાર દિવસીય કાર્યક્રમના છેલ્લા દિવસે લોકસભા અધ્યક્ષે પોતાના સમાપન સંબોધનમાં કહ્યું હતું કે, દુનિયા ભારતીય સંસ્કૃતિનું સમ્માની નજરે જોવે છે. પરંતુ શું આપણે એ જોઇ રહ્યા છીએ કે આપણને આત્મનિરીક્ષણની જરૃર છે.

સુમિત્રા મહાજનના સંસદની ભૂમિકા ઉપર પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા કહ્યું કે, સાંસદ પણ અનામતને માત્ર આગળ વધારી રહ્યા. દરેક વખતે ૧૦ વર્ષ માટે અનામત આગળ વધારી રહ્યા છે. એક વખતતો આને ૨૦ વર્ષ સુધી આગળ વધારી હતી. આવું ક્યાં સુધી ચાલશે. આને આગળ વધારી રાખવા પાછળ કયો વિચાર છે? તેમણે કહ્યું કે, અમારા માટે બધા દર્મ સમાન છે.

આજે દેશ અને સમાજને તોડનારી તાકાત સક્રિય છે. સરળ સ્વભાવ વાળા આદિવાસીઓનો ધર્મ પરિવર્તન કરવામાં આવશે. પરંતુ અમારી સરકારને ધર્મ પરિવર્તન વિરોધી કાયદો બનાવ્યો છે. આ પહેલા તેમણે કહ્યું કે, આરક્ષણને લઇને બધા પક્ષો મળીને વિચાર વિમર્શ કરોવ જોઇએ. કાયદામાં સંશોધનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે દરેક રાજનીતિક પક્ષોને આ વિષયમાં મળીને ચર્ચા વિચારણા કરવી જોઇએ. આ મુદ્દા ઉપર રાજનીતિ ન કરી શકાય. કારણ કે કાયદાનું મૂળ સ્વરૃપ યથાવત્ રાખવા માટે સંસદમાં દરેક પક્ષોએ મતદાન કર્યું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here