એમપીની રાજનીતિમાં અલ્પેશ ઠાકોરની એન્ટ્રી

0
277
Alpesh Thakor's entry in MP politics
Advertisement
Loading...

(GNS) ભોપાલ, ગુજરાતમાં પાછાત વર્ગના નેતા તરીકે ઓળખાણ બનાવનાર અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હવે ચૂંટણી વર્ષમાં મધ્ય પ્રદેશમાં એન્ટ્રી શરૂ કરી છે. મધ્યપ્રદેશના બે દિવસના પ્રવાસ પર ગયેલ અલ્પેશ ટાકોરે કહ્યું કે, પ્રદેશમાં સરકારની નીતિઓ વિરુદ્ધ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી સાથે મળી લડાઈ લડશે.

રાજધાની ભોપાલમાં પત્રકારો સાથે વાતચીત કરતા અલ્પેશ ઠાકોરે શિવરાજ સરકાર પરપ પર્હાર કરતા કહ્યું કે, મધ્ય પ્રદેશમાં પછાત વર્ગનો વિકાસ નથી થઈ રહ્યો. અલ્પેશે કહ્યું કે, ઓબીસી વર્ગ માટે સરકારની યોજનાઓ પર અમલ નથી થઈ રહ્યો. તેમણે પછાત વર્ગના હક અને અધિકારો માટે લડાઈ લડવામાં આવશે તેવું પણ કહ્યું.

અલ્પેશે કહ્યું કે, પછાત જ્ઞાતીના લોકો માટે તેમની લડાઈ ચાલુ રહેશે. મધ્યપ્રદેશમાં અગામી ત્રણ મહિનામાં પછાત વર્ગ માટે એક મોટા સંમ્મેલનનું આયોજન કરવામાં આવશે. અલ્પેશ જણાવ્યું કે, પ્રદેશમાં કોંગ્રેસના ઘોષણા પત્રમાં ઓબીસીના વિકાસ માટેની ચયોજનાને પણ શામેલ કરવાની ચર્ચા થશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here