અલીબાબા : ભારત આવશે ચાઈનીઝ શોપિંગ મોડલ ?

0
141
Advertisement
Loading...

ચીનની વિશાળ ઇન્ટરનેટ અને ઈ-કોમર્સ કંપની અલીબાબા ની નજર ફરી એક વાર ભારતીય રિટેલ સેક્ટર પર છે. આ માટે ફરી એક વાર અલીબાબાએ ભારતની પ્રભાવશાળી કંપનીઓ સાથે વાતચીત શરુ કરી છે. અલીબાબાના એક વરિષ્ઠ અધિકારીએ હાલમાં જ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ટાટા ગ્રુપ, કિશોર બિયાનીના ફ્યુચર રિટેલ સાથે વાતચીત કરી છે. આ મામલે જાણકારી રાખતા લોકોએ આ જાણકારી આપી છે.

રિલાયન્સ સાથે અલીબાબાની ચર્ચા નવી છે. પરંતુ આ પહેલા ટાટા ગ્રુપ સાથે વાતચીત થઇ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ગ્રુપ અને ફ્યુચર ગ્રુપની રિટેલ સેક્ટરમાં દમદાર હાજરી છે. જે અલીબાબાના ઑમ્ની ચેનલ બ્લૂપ્રિંટ માટે ખુબ મદદગાર થશે.

ઑમ્ની ચેનલ અથવા મલ્ટી ચેનલ રિટેલ ગ્રાહકોને ઓનલાઇન અને ઓફલાઈન સ્ટોરમાંથી સરળ ખરીદીની સુવિધા પ્રદાન કરે છે. અલીબાબાના ઓનલાઇન ટુ ઓફલાઈન મોડલને ચીનમાં ખુબ લોકપ્રિયતા મળી છે.

વાતચીત જોઈન્ટ વેન્ચર અથવા વ્યાપક ભાગીદારી માટે થઇ રહી છે. અલીબાબા આમાંની કોઈ એક કંપનીના રિટેલ બિઝનેસમાં હિસ્સેદારી ખરીદી શકે છે.

કેટલાક દિવસ પહેલા બિયાનીએ કહ્યું કે આવનારા મહિનાઓમાં, એક વિદેશી રોકાણકાર સાથે ડીલ ફાઇનલ કરી શકે છે. જોકે, એમણે સંભવિત ભાગીદારનું નામ જાહેર કર્યું નથી. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અલીબાબાનું અમેરિકી પ્રતિદ્વંદી એમેઝોન ફ્યુચર રિટેલમાં હિસ્સેદારી ખરીદવા માટે બિયાનીના સંપર્કમાં છે.

જોકે, બિયાનીએ જણાવ્યું કે અલીબાબા સાથે એમની વાતચીત થઇ નથી. એક અન્ય વ્યક્તિએ જણાવ્યું કે અલબાબાએ સંભવિત ભાગીદારોની એક યાદી બનાવી છે. અને આવતા મહિને આને ફાઇનલ કરવામાં આવશે.

જણાવી દઈએ કે અલીબાબાની પેટીએમ મોલમાં મહત્વની ભાગીદારી છે. પરંતુ એમેઝોન અને ફ્લિપકાર્ટની તુલનામાં પેટીએમ મોલની પ્રગતિ ધીમી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here