પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીની તબીયત અત્યંત નાજુક

0
75
Advertisement
Loading...

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીની તબીયત નાદુરસ્ત હોવાથી તેઓને એઇમ્સ હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા. વાજપેયીને એમ્સના ડોક્ટર રણદીપ ગુલેરિયાની દેખભાળ હેઠળ રાખવામાં આવ્યા છે.

AIIMSએ હાલ અટલજીના સ્વાસ્થ્ય અંગે હેલ્થ બુલેટીન જાહેર કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે પૂર્વ વડાપ્રધાનની હાલત હજી અત્યંત નાજુક છે. તેમને લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.

એઇમ્સ દ્વારા આજે સવારે વાજપેયીનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત અડધી કલાકમાં નવું બુલેટિન પણ જાહેર કરવામાં આવી શકે છે. આજે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ વાજયેપીની તબિયત જોવા આવ્યા હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પૂર્વ નાયબ વડાપ્રધાન તથા વાજપેયીના નિકટના સાથી લાલકૃષ્ણ અડવાણી 2 કલાકથી એઇમ્સમાં છે. બુધવારે સાંજે વડાપ્રધાન મોદીએ એઇમ્સ પહોંચીને વાજપેયીની હાલત જાણીતી હતી. મોદી આશરે 50 મિનિટ સુધી ત્યાં રોકાયા હતા.

25 ડિસેમ્બર, 1924ના રોજ અટલ બિહારી વાજપેયીનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ બિહારી વાજપેયી અને માતા કૃષ્ણ દેવી હતું. વાજપેયી તેમના માતા-પિતાનું સાતમું સંતાન હતા. તેમને ત્રણ મોટા ભાઈ અને ત્રણ બહેનો હતી.અટલજીના મોટા ભાઈઓના નામ અવધબિહારી, સદાબિહારી અને પ્રેમબિહારી છે. અટલજી બાળપણથી જ અંતર્મુખી અને પ્રતિભા સંપન્ન હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here