MBBS મુન્નાભાઇ બાદ LLB, MLA જીગાભાઇ સાઉથ ફિલ્મમાં ચમકશે

0
158
Advertisement
Loading...

મોદી સરકાર અને સંઘનાં વિચાર વિરોધી અને વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે દેશમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જીગ્નેશ મેવાણીએ થોડા દિવસ પહેલા સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ કબાલીનાં ડાયરેક્ટર રંજીશ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કબાલીનાં ડાયરેક્ટર જીગ્નેશથી પ્રભાવિત થતા તેમને પોતાની આગામી ફિલ્મમાં એક આંદોલનકારીની ભૂમિકા ભજવવાની ઓફર કરી હતી, જેને મેવાણીએ સ્વીકારી લીધી હતી.

રાજનીતિમાં આવ્યા પહેલા જીગ્નેશ મેવાણીનો વ્યવસાય વકીલાત હતો અને હવે તે એક ધારાસભ્ય બની ગયા છે. જો કે તેમના આ સફરની વાત કરીએ તો એક ફિલ્મનું નામ યાદ આવે, મુન્નાભાઇ MBBS. આ ફિલ્મ એક ઓછા બજેટની હોવા છતા દેશની જનતાને ખુબ જ ગમી હતી અને આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કર્યુ હતુ, તેવી જ રીતે જીગ્નેશ મેવાણીએ દલિતોનાં પ્રશ્નો (ઉનાકાંડ) સાથે અતીગરીબીમાં જીવન વ્યતિત કરી રહેલા લોકોની તકલીફોને સરકાર સામે રજુ કરી દેશની કરોડો જનતાનું દિલ જીતી લીધુ છે.

જીગ્નેશ મેવાણીને સાઉથની એક ફિલ્મ જેનું નામ કાલા છે તેમા અભિનય કરવા માટેની ઓફર મળી છે, જેને તેમણે સ્વીકારી લીધી છે. જો કે આ પહેલા ભાજપનાં મધુશ્રીવાસ્તવ પોતે એક ફિલ્મમાં અભિનય કરી ચુક્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here