ગંગાની સફાઇ માટે જર્મની તરફથી મળી ૯૯૦ કરોડની લોન

0
77
Advertisement
Loading...

દેશની જીવનદાતા નદી ગંગાની સફાઈ માટે જર્મનીએ ભારતને ૧૨ કરોડ યૂરો એટલે કે આશરે ૯૯૦ કરોડ રુપિયાની સોફ્ટ લોન (ઓછા વ્યાજદરે લોન) આપી છે, જેથી ઉત્તરાખંડમાં સીવરેજ વોટર ટ્રીટમેન્ટના આધારભૂત માળખાને વધુ સશક્ત બનાવવામાં આવી શકે. જર્મનીના દૂતાવાસના અધિકારી જેસ્પર વેકે આ અંગેની જાણકારી આપી હતી.

જેસ્પર વેકે જર્મન દૂતાવાસ તરફથી આ અંગે થનાર કાર્યોની માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ પરિયોજનાનુ ફોકસ ૩૬૦ કિલોમીટરના વિસ્તારમાં હશે. સુવરેજ પ્રણાલીના વિસ્તારમાં ફેરફાર થશે તેમાં પ્રત્યેક ઘરને જોડવામાં આવશે. તેમાં લગભગ ૧.૫ કરોડ લીટરની ક્ષમતાવાળા ઘણા સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનુ નિર્માણ કરવામાં આવશે. જર્મનીની આ પહેલમાં ૧૩ સુવેજ પમ્પિંગ સ્ટેશન બનાવવાનુ પણ સામેલ છે. ૨૦૧૫માં જર્મનીની સરકારે ભારતને જર્મન ડેવલપમેન્ટ બેંક દ્વારા ૧૨ કરોડ યુરો આપવાની વાત કરી હતી.

જર્મનીની વિકાસ એજન્સીએ ગંગા બોક્સ પણ તૈયાર કર્યા છે, જેનો હેતુ સ્કુલ જતા બાળકોને નદી અંગે જાણકારી આપીને જાગૃતિ ફેલાવવાનો છે. બીજીબાજુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ હતું કે, ગંગાના પુનરુત્થાન કાર્યક્રમની પ્રગતિની ઝડપ જોઈને એવુ લાગી રહ્યુ છે કે નદી ૨૦૨૦ સુધી સંપૂર્ણ રીતે સ્વચ્છ થઈ જશે. તેમણે જણાવ્યુ કે, નમામિ ગંગે મિશન અંતર્ગત ૨૨૨૩૮ કરોડ રુપિયાની રકમવાળી ૨૨૧ પરિયોજનાઓમાંથી મોટાભાગની પૂરી થવાના અંતિમ તબક્કામાં છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here