મોદી સરકારનો ફિયાસ્કો,પીએમ રોજગાર યોજનામાં ૮૮ ટકા લોન એપ્લિકેશન રદ્દ

0
193
88% loan application cancellation in PM employment scheme
Advertisement
Loading...

(GNS) ન્યુ દિલ્હી, બજેટ ૨૦૧૮-૧૯માં પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (પીએમઇજીપી) હેઠળ ૭.૫ લાખ યુવાઓને રોજગાર આપવાનો ટાર્ગેટ રાખ્યો છે, પરંતુ એપ્રિલ ૨૦૧૭થી અત્યાર સુધીના આંકડાઓ દર્શાવે છે કે, પીએમઇજીપી હેઠલ ૪ લાખથી વધુ યુવાનોએ અપ્લાય કર્યુ છે, તેમાંથી માત્ર ૫૦ હજારને જ લોન મળી શકી છે. એટલે કે, માત્ર ૧૨ ટકા બેરોજગારોને લોન આપવામાં આવી છે, બાકીના ૮૮ ટકા યુવાઓની એપ્લિકેશન રદ કરવામાં આવી છે.

પીએમઇજીપીના પોર્ટલ અનુસાર, એપ્રિલ ૨૦૧૭થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી ૪ લાખ ૩ હજાર ૯૮૮ યુવાઓએ પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ લોન માટે અપ્લાય કર્યુ. તેમાંથી ૩ લાખ ૪૯ હજાર ૨૦૮ એપ્લિકેશન કલેક્ટરની આગેવાનીમાં બનેલા ડિસ્ટ્રિક્ટ લેવલ ટાસ્ક ફોર્સ કમિટીની સામે રાખવામાં આવી છે.

કમિટીએ ૨ લાખ ૫૨ હજાર ૫૩૬ એપ્લિકેશનને મંજૂરી આપતા બેંકો માટે ફોરવર્ડ કરી દીધી, પરંતુ તેમાંથી માત્ર ૪૯ હજાર ૭૨૧ એપ્લિકેશનને બેંકોએ મંજૂરી આપી લોન મંજૂર કરી છે.

બીજું કારણ, લોન એપ્લિકેશન કરનાર યુવકોને જ તેમાં રસ નથી હોતો. આ સિવાય સિવિલ રિપોર્ટ યોગ્ય ના હોવો, એપ્લિકન્ટનું ડિફોલ્ટર હોવું, એપ્લિકન્ટની તરફથી પોતાનો હિસ્સો જમા ના કરાવવો, ડોક્યુમેન્ટ્‌સ જમા ના કરાવી શકવા, બિઝનેસનું જ્ઞાન ના હોવું જેવા કારણો પણ રિજેક્ટ કરવા પાછળ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રોજગાર મોરચે સવાલોથી ઘેરાયેલી મોદી સરકારે આ વખતે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (પીએમઇજીપી)ના ટાર્ગેટમાં વધારો કર્યો છે.

બજેટ ૨૦૧૮માં ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ પીએમઇજીપીનું ફાઇનાન્શિયલ આઉટલે ૧૮૦૦ કરોડ રૂપિયા રાખ્યું છે, જ્યારે બજેટ ૨૦૧૭માં તે ૧૦૨૪ કરોડ રૂપિયા હતું. પીએમઇજીપી હેઠળ ૨૦૧૮-૧૯માં ૭.૦૪ લાખ લોકોને રોજગાર આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, જ્યારે ગત બેજટમાં ૫૬ હજાર ૫૦૦ માઇક્રો યુનિટ લગાવવા અને ૪.૫૨ લાખ લોકોને રોજગાર આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here