૧ એપ્રિલ ૨૦૧૮થી બદલાશે ઈનકમ ટેક્સના ૮ નિયમ.

0
186
8 rules of income tax will change from 1 April 2018
Advertisement
Loading...

(GNS)ન્યુ દિલ્હી, આ વર્ષે બજેટમાં નાણાપ્રધાન અરૂણ જેટલીએ ઈનકમ ટેક્સ સ્લેબ્સ તો ન બદલ્યા પરંતુ અન્ય કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જરૂર કર્યા. શેર અને શેર આધારિત ફંડથી કમાણી પર લોન્ગ ટર્મ કેપિટલ ગેસ ટેક્સ લગાવવાથી લઈને વરિષ્ઠ નાગરિકોને અલગ-અલગ પ્રકારે રાહત આપવા સુધી જેટલીએ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી. બજેટ ૨૦૧૮ના મોટાભાગના પ્રસ્તાવો ૧ એપ્રિલથી લાગુ થઈ જશે. એક નજર કરીએ ઈનકમ ટેક્સ સાથે જોડાયેલા કેટલાક ફેરફારો.

બજેટ ૨૦૧૮માં નાણાપ્રધાન અરૂણ જેટલીએ પગારદારો અને પેન્શનદારોને ૪૦ હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ આપ્યો છે. જો કે ૧૯,૨૦૦ રૂપિયાના ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને ૧૫,૦૦૦ રૂપિયાના મેડિકલ રીએંબેસમેન્ટની સુવિધા પાછી ખેંચી લેવામાં આવી છે.૧ એપ્રિલ ૨૦૧૮થી આશરે ૧ વર્ષના હોલ્ડિંગ વાળા શેરો અથવા ઈક્વિટી મ્યૂચુઅલ ફંડ દ્વારા થયેલી ૧ લાખ રૂપિયાથી વધારેની કમાણી પર ૧૦ ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેસ ટેક્સ લાગુ થઈ જશે. જો કે આને ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ સુધી થયેલા નફાના ટેક્સથી મુક્ત રાખવામાં આવ્યું છે. આનો સીધો અર્થ એ થાય કે ૧ ફેબ્રુઆરી બાદથી શેરો અથવા ઈક્વિટી મ્યૂચુઅલ ફંડમાં આવેલા વધારામાંથી ૧ લાખ રૂપિયા ઘટાડીને જ ટેક્સ આપવો પડશે.

કેટલાક વર્ષો સુધી ઈન્શ્યોરન્સની રકમ આપતાં રહેવા પર હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ કેટલાક અંશે ડિસ્કાઉન્ટ આપે છે. પહેલા વીમો લેનારા વ્યક્તિ ૨૫ હજાર રૂપિયા સુધીની રકમ પર જ ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકતા હતા. પરંતુ આ બજેટમાં એક વર્ષમાં સિંગલ પ્રીમિયમ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીઝ પર વીમા અવધીમાં છૂટ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બે વર્ષના ઈન્શ્યોરન્સ કવર માટે ૪૦ હજાર રૂપિયા આપવા પર ઈન્શ્યોરન્સ કંપનીઓ જો ૧૦ ટકા ડિસ્કાઉંટ આપે છે. તો તમે બંન્ને વર્ષ ૨૦-૨૦ હજાર રૂપિયાનું ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકો છો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here