8 મહિનાની બાળકી પર 28 વર્ષના પિતરાઈ ભાઈએ કર્યું દુષ્કર્મ, 3 કલાક ચાલી સર્જરી

0
257
Advertisement
Loading...

કામ પરથી પરત આવેલી માતાએ જ્યારે પોતાની 8 મહિનાની બાળકીને જોઇ તો તેના હોંશ ઉડી ગયા હતા. બાળકી લોહીથી લથપથ હતી. દર્દથી કણસતા જોર જોરથી રડી રહી હતી. બાળકી પર દુષ્કર્મ કરવાના કેસમાં બાળકીના પિતરાઇ ભાઇની ધરપકડ કરાઇ છે. મંગળવારના રોજ કલાવતી સરન હોસ્પિટલમાં બાળકીની માતા અને પિતા આરોપીને સમજા અપાવા માટે તત્પર દેખાયા. દિલ્હી મહિલા આયોગ અને બાલ કલ્યાણ આયોગની ટીમો પણ હોસ્પિટલ પહોંચી અને બાળકીની ભાળ મેળવી. પેરેન્ટસ સાથે વાતચીત કરી. દિલ્હી પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. મહિલા આયોગ એ મીટિંગ પણ કરી, આજે આ કેસમાં આયોગ કોઇ પગલાં ઉઠાવશે.

બાળકીના પિતા મજૂરી કરે છે અને માતા ઘરોમાં સફાઇ કામ કરવા જાય છે. માતા રવિવારના રોજ સંબંધીના ભરોસે મૂકી કામ પર ગઇ હતી. બાળકીના પેરેન્ટસની આર્થિક સ્થિતિ જોતા દિલ્હી મહિલા આયોગ એ કોર્ટમાં કામચલાઉ વળતર આપવા માટે એપ્લિકેશન આપી, તેના પર સ્પેશ્યલ પૉક્સો કોર્ટ એ 75000 રૂપિયા વળતર આપી દીધું. આયોગ પેરેન્ટસને 50000 રૂપિયાની પણ મદદ આપશે.

મંગળવારે બાળકીની સ્થિતિ થોડીક સારી હતી. હોસ્પિટલ પહોંચેલા લોકોમાં પણ ઘટનાને લઇ ખૂબ ગુસ્સો દેખાયો. એક સ્ટાફ મેમ્બરે કહ્યું કે તેના તેણે જોયું હતું કે તેના ઘરવાળા કેટલાં પરેશાન હતા. બાળકીનો સતત રડવાનો અવાજ પણ સંભળાયા કરતો હતો. મેમ્બર એ રેપ કરનારને ફાંસીની સજા આપવાની વાત કહી. એક ગાર્ડ એ કહ્યું કે પહેલાં દિવસે તો તે રડયા જ કરતી હતી, હવે શાંત છે.

દિલ્હી મહિલા આયોગના ચીફ સ્વાતિ જય હિંદ એ ફરી કહ્યું કે દુષ્કર્મના દોષિતોને ફાંસી આપવી જોઇએ. સ્વાતિએ કહ્યું કે તેઓ એકદમ શૉકમાં છે. તેમણે કહ્યું કે 8 મહિનાની બાળકીની ત્રણ કલાક સુધી સર્જરી ચાલી. તેના પ્રાઇવેટ પાર્ટમાં ઇજા થઇ છે. બાળકી લાઇફ સપોર્ટ પર છે. સ્વાતિએ કહ્યું કે આ પ્રકારના કેસ માટે આયોગ છેલ્લાં બે વર્ષથી માંગણી કરી રહ્યું છે કે રેપિસ્ટને છ મહિનામાં જ ફાંસી આપી દેવી જોઇએ. પોલીસ સંસાધન વધારે. કેન્દ્ર, વિમેન સેફ્ટીને લઇ તાત્કાલિક હાઇ લેવલ કમિટી બનાવે. તેમાં એલજી, કેન્દ્ર, રાજ્ય સરકાર, દિલ્હી પોલીસ, અને દિલ્હી મહિલા આયોગ સામેલ હોય, પરંતુ ફાંસીની સજા તો શું, હજુ સુધી કમિટી બનાવા માટે પણ કોઇ પગલાં ઉઠાવામાં આવ્યા નથી.

નેતાજી સુભાષ પ્લેસ વિસ્તારની આ ઘટનામાં સ્વાતિએ કહ્યું કે આરોપી 28 વર્ષનો છે, આરોપી પરણેલો છો અને તેને એક દીકરો પણ છે. તેને એક દીકરી પણ હતી, તેનું ડેથ થઇ ચૂક્યું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here