ત્રણ પોલીસકર્મીઓની હત્યામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા મળ્યા

0
48
Advertisement
Loading...

ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ૈંજીૈંના મેસેજને ઇન્ટરસેપ્ટ કર્યાનો દાવો કર્યો છે કે કાશ્મીરમાં સ્પેશ્યલ પોલીસ ઓફિસર્સ (જીઁર્ંજ)ની હત્યામાં પાકિસ્તાનનો હાથ છે. આ સંદેશામાં આઇએસઆઇના લોકો કાશ્મીરમાં આવેલ આતંકીઓને (જીઁર્ંજ)નું અપહરણ કરી તેની હત્યા કરવાનો નિર્દેશ આપતા જણાયા છે. એટલું જ નહીં સંયુકત રાષ્ટ્ર મહાસંઘની અંદર ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને અને તેમના પાકિસ્તાની કાઉન્ટરપાર્ટ શાહ મહમૂદ કુરેશીની વચ્ચે વાર્તાની જાહેરાતના ૨૪ કલાકની અંદર જ તેને રદ પણ કરી દીધી.

ભારતીય ગુપ્તચર એજન્સીના સૂત્રોએ અગ્રણી મીડિયાને જણાવ્યું કે નાટકીય રીતે રદ્દ થયેલ આ વાર્તાની પાછળ પાકિસ્તાનથી આવનાર મેસેજ છે.

ગુપ્તચર એજન્સીએ સરહદ પારથી મોકલાયેલ જે સંદેશાને પકડયો છે તેમાં જમ્મુ-કાશ્મીરના હાલના આતંકીઓને અપહરણ કરાયેલ એસપીઓની હત્યાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનથી આવનાર આ સંદેશ એટલો સ્પષ્ટ હતો કે તેમાં મૃત્યુ પામનાર એસપીઓના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો. આ સંદેશાઓમાં ૩ જીઁર્ંજની હત્યાનો નિર્દેશ તો આપ્યો જ હતો સાથો સાથ આતંકીઓને એક સિવિલિયનને છોડવાનો આદેશ પણ આપ્યો હતો. પાકિસ્તાનથી આ સંદેશ એટલો ઝડપથી આવ્યો કે ભારતીય એજન્સીઓને હત્યારાઓને નિષ્ફળ કરવાની તક જ ના મળી. અપહરણ કર્યા બાદ મૃત્યુ પામેલા જીઁર્ંજ નિસાર અહમદ, ફિરદૌસ અહમદ, અને કુલવંત સિંહની ડેડ બોડી એક બાગમાંથી મળી, જ્યારે એક એસપીઓના ભાઇ ફયાઝ અહમદ ભટ્ટને આતંકીઓએ જવા દીધો. આ હત્યાઓમાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા મળવા પર મોદી સરકારે આ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે અંજામ આપવામાં આવેલા આતંકી કૃત્ય બાદ સરકાર પાકિસ્તાનથી પ્રસ્તાવિત વાતચીત તરત રદ્દ કરી દીધી છે. કહેવાય છે કે એસપીઓની હત્યા પાછળનો ઉદ્દેશ્ય વર્ષો બાદ જમ્મુ-કાશ્મીરમાં થનાર પંચાયચ ચૂંટણીઓને પ્રભાવિત કરવાનું છે. સૂત્રો એ કહ્યું કે આ પ્રકારની ઘટનાઓથી લોકોની સાથો સાથ પોલીસ જવાનોમાં પણ ભયનો માહોલ ફેલાવાની કોશિષ કરાઇ.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here