27 જુલાઈએ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, ચંદ્રનો રંગ હશે લાલ

0
130
Advertisement
Loading...

ખગોળીય ઘટનાઓ ઘણી વાર આપણને પ્રભાવિત કરે છે અને ઘણી વાર ચોંકાવી પણ દે છે કારણકે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે તે આપણા જીવન પર અસર કરે છે. આવી જ અનોખી ઘટનાઓનો સાક્ષી બનવા જઈ રહ્યો છે જુલાઈ મહિનો કારણકે આ મહિનાની 27 તારીખે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ દેખાવાનું છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ 27 જુલાઈના રોજ રાત્રે 11 કલાકે 53 મિનિટે શરૂ થઈને 3 કલાક 49 મિનિટે ખતમ થશે. ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 55 મિનિટનો હશે. તે એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, રશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના કેટલાક વિસ્તારોમાં દેખાશે.

27 જુલાઈએ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, ચંદ્રનો રંગ હશે લાલ
શું છે ચંદ્રગ્રહણ

ચંદ્રગ્રહણ એ ખગોળીય સ્થિતિ છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે. ચંદ્રગ્રહણ માત્ર પૂર્ણિમાના દિવસે થાય છે. ચંદ્રગ્રહણનો પ્રકાર અને સમય ચંદ્રમાની સ્થિત પર નિર્ભર કરે છે.

27 જુલાઈએ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, ચંદ્રનો રંગ હશે લાલ
બ્લડમૂન

જુલાઈના ચંદ્રગ્રહણ માટે કહેવામાં આવી રહ્યુ છે કે આ દિવસે બ્લડમુન દેખાશે. તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વીનો પડછાયાના કારણે ધરતી પરથી ચંદ્ર કાળો દેખાય છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન કેટલીક સેકન્ડો માટે ચંદ્રમાં આખો લાલ પણ જોવા મળે છે. આને બ્લડ મુન કહે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here