ડોલરની તુલનાએ ૨૩ પૈસા નબળા : ૮ મહિનામાં ૧૦ ટકાનો કડાકો

0
156
Indian Coins Stack in form of bar graph with Indian Rupees
Advertisement
Loading...

ડોલર સામે રૃપિયામાં સતત ધોવાણ ચાલુ રહ્યું છે. ગુરુવારે ફોરેક્સ માર્કેટમાં શરૃઆતના કામકાજમાં રૃપિયો ડોલર સામે વધુ ૨૩ પૈસા ગગડીને ૭૦.૮૨ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો હતો. રિઝર્વ બેક્ને ચાલુ વર્ષે એનપીએમાં વૃદ્ધિ થવાની આગાહી કરી હોવાથી તેની પ્રતિકૂળ અસરો પાછળ રૃપિયામાં રકાસ જોવા મળ્યો હતો. આ ઉપરાંત યુએસ ફેડરલ રિઝર્વ ચાલુ વર્ષે ધીમી ગતિએ ફેડ રેટમાં વધારો કરવાની જાહેરાત કરી હતી જેને પગલે વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ઉભરતા બજારોમાંથી રોકાણ પરત ખેંચાઈ રહ્યું છે અને વિકાસશીલ દેશો તરફ રોકાણકારોએ મિટ માંડી છે. રૃપિયામાં ધોવાણને પગલે દેશની ચાલુ ખાતાની ખાધ વધવાના ભણકારા વાગી રહ્યા છે. ગઈ કાલે રૃપિયો ૭૦.૫૭ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ હતો.

રૃપિયામાં નરમાઈને પગલે ભારતીય શેરબજારમાં પણ તેજીને બ્રેક લાગી હતી. બુધવારે બીએસઈ સેન્સેક્સ ૧૭૪ પોઈન્ટ નરમ બંધ રહ્યો હતો. જ્યારે આજે ગેપ ડાઉન શરૃઆત રહી હતી અને ૩૦ પોઈન્ટ નીચે ૩૮,૬૯૩ની સપાટી આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. રૃપિયાની નરમાઈથી આયાતકારો મુશ્કેલીમાં મુકાયા છે. ૬૪-૬૫ ડોલર આસપાસ વેપાર સોદા કર્યા હોય અને હવે રૃપિયો ઐતિહાસિક ૭૦ની સપાટીએ ગગડતા ડીફરન્સ ચુકવવા માટે તેમને ભારે મુશ્કેલી સહન કરવી પડે તેમ છે. જો કે રૃપિયાના મૂલ્યમાં ઘટાડો નિકાસકારો માટે લાભકારક છે.

બજાર નિષ્ણાતોના મતે રૃપિયામાં ઐતિહાસિક નીચી સપાટી છતાં આરબીઆઈ દ્વારા મધ્યસ્થી નહીં કરાતા રૃપિયાનું મૂલ્ય વધુ નીચે જવાનું જોખમ રહેલું છે. પેટ્રોલ ડીઝલના રેટ વધી શકે છે. ભારત પોતાની જરૃરિયાતના ૮૦% થી વધુ ક્રુડ ઈમ્પોર્ટ કરે છે. જેના માટે ડોલરથી ચુકવાણી કરવી પડતી હોય છે. વિદેશ ફરવ જવું અને ત્યાં અભ્યાસ કરવો પણ મોંઘુ થઈ શકે છે. કેમકે, કરન્સી એક્સચેન્જ માટે વધુ રૃપિયા ચુકવવા પડશે. એરલાયન્સને નુકસાન થઈ શકે છે. તેઓને બીજા દેશોમાંથી વિમાન ભાડે લેવા માટે વધુ રકમ ચુકવવી પડશે. જો કે આઈટી અને ફાર્મા કંપનીઓને રૃપિયામાં જોવા મળતા ઘટાડાથી ફાયદો મળશે. કેમકે તેમનો મોટા ભાગનો વ્યવસાય એક્સપોર્ટ પર આધારિત છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here