દર્દભરી તસવીરો: એકસાથે 13 બાળકોના થયા અગ્નિસંસ્કાર, બાળકોને જોઈ પરિવારજનો ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા

0
1799
Advertisement
Loading...

હિમાચલ પ્રદેશના નાનકડા નુરપુર કસબાના ખુવાડા ગામમાં પોતાના જીગરના ટુકડાઓને આખરી વિદાય આપતા આખે આખું ગામ હિબકે ચઢ્યું હતું. સ્કૂલ ડ્રેસમાં તૈયાર થઈને જઈ રહેલા બાળકો કફનમાં લપેટાયેલા હતા અને સ્કૂલ બસ સુધી છોડીને આવનાર હાથ કાંપતા-કાંપતા તેમને અંતિમ યાત્રા પર લઈ જઈ રહ્યા હતા.

કોઈને પણ વિશ્વાસ થઈ રહ્યો નહોતો કે અચાનક જ આ માસૂમોને કુદરત છીનવી લેશે. દરેક લોકાના મુખે એક જ શબ્દ હતો કે આખરે કુદરત આટલી નિર્દયી કંઈ રીતે હોઈ શકે છે.

એક જ ગામના 13 માસૂમ બાળકોની એક સાથે અંતિમ યાત્રા નીકળતાં આખે આખું ગામ આખું હિબકે ચઢ્યું હતું. સોમવારના રોજ સ્કૂલ બસ ખીણમાં ખાબકતાં 27 બાળકો સહિત 30 લોકોનાં મોત નિપજ્યાં હતા.

જેમાં 13 બાળકો એક જ ગામ ખુવાડાના હતા. તમામ બાળકોના મૃતદેહ સાંજે ગામમાં પહોંચ્યા હતા તો દરેક ઘરમાં માતમ છવાયેલ જોવા મળ્યો હતો

એટલા બધાં ઘરોના ચિરાગ બુઝાઈ ગયા હતા કે કોણ-કોને સાંત્વના આપે તે જ સમજાતું નહોતું. દરેક ઘરમાંથી ચિચિયારીઓનો અવાજ આવતો હતો. અકસ્માતમાં ગામના એક 21 વર્ષના યુવતીનું પણ મૃત્યું થયું હતું. જેના ટૂંક સમયમાં જ લગ્ન થવાના હતા.

બાળકોને અંતિમ વિદાય આપવા ખુવાડાની સાથે બીજા ગામમાંથી પણ હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી. કોઈને વિશ્વાસ નહોતો થતો કે એક સાથે 13 બાળકોના મોત થયા છે. ગામના જ રાજીવકુમારે કહ્યું હતું કે, ક્યારેય વિચાર્યું નહોતું કે કિસ્મત આટલી નિર્દયી હશે.

કેટલાંય લોકોએ રડતા રડતા ઘટના માટે વહીવટીતંત્રને જવાબદાર ગણાવ્યું હતું. બાળકો ગુમાવતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે, લિંક રોડના મેન્ટેનન્સ થતું નથી એટલે જ આ અકસ્માત સર્જાયો હતો.

હરબંસ કુમારે કહ્યું હતું કે, વરસાદ પડ્યા બાદ રસ્તો ખૂબ જ ખરાબ થઈ ગયો હતો અને કોઈ ક્રૈશ બૈરિયર પણ લગાવામાં આવ્યા નથી. ગામના જ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, લગભગ પાંચ મહિના પહેલાં જ આ જગ્યા પર એક ટ્રક પણ લપસી ગઈ હતી પરંતુ તેમ છતાંય આ જગ્યાનું સમારકામ કરવામાં આવતું નથી.

બીજીબાજુ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે આ કેસમાં રાજ્ય સરકાર અને સ્કૂલ મેનેજમેન્ટને નોટિસ મોકલી છે.

આ કેસની સુનવણી 20મી એપ્રિલના રોજ થશે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપી ચૂક્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here