હવે તત્કાલ રેલવે ટિકીટ પર પણ મળશે ૧૦૦ ટકા રિફંડ.

0
183
100% refund on Tatkal railway ticket now
Advertisement
Loading...

(GNS) ન્યુ દિલ્હી, રેલયાત્રીઓ માટે એક રાહતભર્યા સમાચાર છે. હવે તત્કાલ ટિકીટ પર પણ એ ૧૦૦ ટકા રિફંડ લઇ શકે છે. રેલવેએ પાંચ શરતો પર તત્કાલ ટિકીટ પર ૧૦૦ ટકા રિફંડ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે. એ હેઠળ કાઉન્ટર અને ઇ ટિકીટ બંને પર રિફંડ મળશે.

નવા નિયમ પ્રમાણે ટ્રેનના પ્રારંભિક સ્ટેશન પર ૩ કલાક મોડી આવવા પર રૂટ ડાયવર્ટ થવી, બોર્ડિંગ સ્ટેશનથી ટ્રેન નહીં જવી અને કોચ ડેમેજ થવા અથવા બુક ટિકીટ વાળી શ્રેણીમાં યાત્રાની સુવિધા નહીં મળવા પર યાત્રી ૧૦૦ ટકા રિફંડ મળી શકશે.

આટલું જ નહીં જો યાત્રીને લોઅર શ્રેણીમાં યાત્રાની સુવિધા પૂરી પાડવામાં આવે છે તો રેલવે ભાડાના અંતરની સાથે જ તત્કાલનો ચાર્જ પણ પરત કરશે. સીપીઆરઓ, એનઇઆર, સંજય યાદવે જણાવ્યું કે પાંચ શરતોના આધાર પર તત્કાલ ટિકીટ પર પણ ૧૦૦ ટકા રિફંડ આપવાનો નિયમ બનાવ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here